તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ભારે કમોસમી વરસાદના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકશાન : માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરવા માંગ
જાફરાબાદ બંદર પર ભારે વરસાદ કમોસમીના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન હોવા છતા સરકાર દ્વારા પેકેજમાં સમાવેશ નહીં કરતા સાગર ખેડૂમા નારાજગી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10, હજાર કરોડના રાહત પેકેજ મળ્યા બાદ અમરેલી જિલ્લામાના માછીમારોને બાકાત રખાતા નારાજગીનો માહોલ ઉભો થયો છે. જાફરાબાદ બંદર પર ભારે વરસાદ કમોસમીના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન હોવા છતા સરકાર દ્વારા પેકેજમાં સમાવેશ નહીં કરતા સાગર ખેડૂતોમા નારાજગી વ્યાપી છે.
રાજય સરકાર માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરી સહાય આપી માછીમારોને મદદ કરવા માટેની માંગ કરવામા આવી રહી છે. ખેડૂતો સાથે અમે પણ સાગર ખેડૂતો છીએ વાંરવાર વાવાઝોડા, કમોસમી માવઠા સાહિતમાં નુકસાન થાય છે, પીએમ દ્વારા કેન્દ્ર સરકારમાં સાગર ખેડૂતો માટેનો દરરજો આપવામાં આવ્યો છે. છતા આજ સુધી વરસાદ કમોસમી જેવા માવઠામાં રાજય સરકાર દ્વારા માછીમારો માટે કોઈ પેકેજ સહાય આપવામાં કેમ નથી આવતી? તેવા અનેક સવાલો ઉઠાવી રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
