<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

આખરે પોરબંદરમાં છેલ્લા 4 માસથી ઉદ્યોગનગરનું બંધ રેલવે ફાટક ફરી ખોલાતા સ્થાનિકોમાં હાશકારો

ઉદ્યોગનગર ફાટકને સાડા ચાર માસ પૂર્વે કોઇ જાણ કર્યા વિના બંધ કરી દેવાતા આસપાસની સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો ચાર વખત આંદોલન કર્યુ હતુ તેમજ કલેકટર અને રેલવે વિભાગને આવેદન પત્ર આપ્યુ હતું

પોરબંદરના ઉદ્યોગનગરનુ ફાટક છેલ્લા સાડા ચાર માસથી બંધ કરી દેવામા આવતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો જેને પગલે અંતે રેલવે વિભાગ દ્વારા આજે ફાટક ખોલવામા આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો જોકે સ્થાનિકો કોઇ ઉપસ્થિત રહ્યા ન હતા. 

 

 

પોરબંદરના ઉદ્યોગનગર ફાટકને આજથી સાડા ચાર માસ પૂર્વે કોઇ જાણ કર્યા વિના બંધ કરી દેવામા આવ્યુ હતુ જેને પગલે આસપાસની સ્થાનિક સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો ચાર વખત આંદોલન કર્યુ હતુ તેમજ કલેકટર અને રેલવે વિભાગને આવેદન પત્ર આપ્યુ સ્થાનિકોના વધતા જતા વિરોધને લઇ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ રેલવે વિભાગ સાથે સંકલન કરી કરી અને  ફાટક ખોલવા માટેનો નિર્ણય કરવામા આવ્યો હતો અંતે આજે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી અને શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમા ફાટક ખોલવામા આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો

 

ઉદ્યોગનગર ફાટક ખોલવામા આવતા રાહદારીઓએ એવુ જણાવ્યુ હતુ કે ફાટક બંધ થવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો પરંત્ આજે ફાટક ખોલવામા આવતા લોકોને રાહત મળી છે. આ ફાટક બંધ ન થાય તેવી લાગણી પણ વ્યકત કરી હતી. ઉદ્યોગનગરનુ ફાટક માત્ર પાંચ મહિના માટે ખોલવામા આવ્યુ હોવાની ચર્ચાના પગલે  ફાટક ખોલવાના સમયે સ્થાનિકો ગેરહાજર રહી અને નારાજગી વ્યકત કરી હતી આગામી દિવસોમા મનપા સહિતની ચુંટણી આવી રહી છે આથી લોકોની નારાજગી દુર કરવા માટે પાંચ માસ માટે ફાટક ખોલવામા આવ્યુ હોવાનુ કહેવાય  છે.

(8:17 PM IST)