તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Sunday, 9th November 2025
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો કાર્યક્રમ વિવાદમાં: પત્રિકામાંથી સાંસદ સહિતના ભાજપ નેતાઓના નામ ગાયબ: ભારે ચર્ચા
સ્થાનિક ભાજપ સંગઠનમાં મોટો આંતરિક ડખ્ખો ?: ચેમ્બરના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત સ્નેહમિલન અને સત્કાર સમારોહનો કાર્યક્રમ પત્રિકાના વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. આ કાર્યક્રમની પત્રિકામાંથી પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા સહિતના અન્ય મહત્વના ભાજપ નેતાઓના નામ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આના કારણે સ્થાનિક ભાજપ સંગઠનમાં મોટો આંતરિક ડખ્ખો ઊભો થયો છે. ચેમ્બરના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
