<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

ભાવનગર: નિર્મળનગરમાં બાળકોના રમવાના મુદ્દે મામલો બિચકયો : ભારે પથ્થરમારો: પૂજારીને ઈજા

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં દારૂડિયાઓ દ્વારા અવારનવાર હેરાનગતિ

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં બાળકોના રમવા જેવી નજીવી બાબતે ઉગ્ર મામલો બન્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં કેસરિયા હનુમાનજી મંદિર પાસે ઊભેલા મંદિરના પૂજારીને ઈજા પહોંચી હતી.

   સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં દારૂડિયાઓ દ્વારા અવારનવાર હેરાનગતિ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

 


 

(10:45 PM IST)