<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

માળીયા મિંયાણાના નવાગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

બીજા દરોડામાં બાઇક ઉપર દારૂ લઇને નીકળેલ શખ્‍સ પકડાયો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૦: માળીયા મિયાણા તાલુકાના નવાગામ ખાતે સ્‍થાનિક પોલીસે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં નદી કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક શખ્‍સને ઝડપી લઈ બીજા દરોડામાં એક આરોપીને મોટર સાયકલમાં દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે નવાગામ નદીકાંઠે દરોડો પાડી મૂળ વવાણીયા અને હાલ મોરબી રણછોડનગરમાં રહેતા આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ ઉ.૧૯ને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ૧૦૦ લીટર ગરમ આથો, ૧૦૦ લીટર ઠંડો આથો, ૧૦૦ લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત ૨૧,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં પોલીસે નવાગામની બજારમાં દરોડો પાડી માઈસ્‍ટ્રો મોટર સાયકલમાં ૧૮ લીટર દેશી દારૂ લઈને નીકળેલા આરોપી જાવેદ કરીમભાઈ જામ રહે.નવાગામ ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્‍વયે કાર્યવાહી કરી હતી.(૨.૧૩)

(10:57 AM IST)