News of Monday, 10th November 2025
ધ્રાંગધ્રા પાસે ચેકીંગવેળાએ પોલીસ અને હોમગાર્ડ જવાન ઉપર બોલેરો જીપ ચડાવવાનો પ્રયાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦ : ધાંગધ્રા તાલુકાના કોંઢ રોડ ઉપર પોલીસની ટીમ બેરીકેટ રાખી વાહનચેકીગ કરી રહી હતી એ દરમ્યાન પસાર થતા બોલેરો ચાલકને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ-હોમગાર્ડ ઉપર ચડાવવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસ.પી.પ્રેમસુખ ડેલુ દ્વારા વાહનચેકીંગના આદેશ અપાયા બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસના ઇન્ચાર્જ પી.આઇ.એમ.બી.વીડજા સહિતનો પોલીસ કાફલો કોંઢ રોડ ઉપર વ્રજ વિહાર સ્કૂલ પાસે બેરીકેટ રાખી વાહનચેકીંગ કરી રહયા હતા.આ દરમ્યાન બોલેરો ગાડી લઇને નીકળેલ શખ્સને રોકવાનો પ્રયાસ કરતા એને ગાડી રોકવાના બદલે ચેકીંગ કરી રહેલ પોલીસ અને હોમગાર્ડ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.જેથી પોલીસે તાત્કાલીક યુવકની ધરપકડ કરી પુછપરછ કરતા આ યુવક મુળી તાલુકાના મહાદેવગઢ ગામનો મેહુલ હિરાભાઇ ખરગીયા હોવાનું જણાવાયુ હતુ.
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ કરસનભાઈ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા નરશીપરા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. તે સમયે રોકડિયા સર્કલ તરફથી GJ 13 AX 1405 નંબરની એક બોલેરો કાર આવી હતી.
આ પ્રયાસમાં મહેન્દ્રસિંહ સોલંકી અને રાજદીપસિંહ ઝાલાને ઈજાઓ થઈ હતી. (૯.પ)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
