News of Monday, 10th November 2025
અમરેલીના નવા વાઘણીયાના કિરીટભાઇ બગથરીયાનું બેભાન હાલતમાં મોત
બગસરામાં જીઆરડી તરીકે ફરજ બજાવતાં હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: અમરેલીના નવા વાઘણીયા ગામે રહેતાં અને બગસરા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતાં પ્રોૈઢનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ અમરેલીના નવા વાઘણીયા ગામે રહેતાં કિરીટભાઇ વલ્લભભાઇ બગથરીયા (ઉ.વ.૫૪) સાંજે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે અમરેલી પોલીસને જાણ કરી હતી. કિરીટભાઇને સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના છે. બે બહેનના એકના એક નાના ભાઇ હતાં. તેઓ બગસરા જીઆરડીમાં ફરજ બજાવતાં હતાં. પેરેલીસીસ એટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૭)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
