<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

માળીયા હાટીનાના ગળોદર ગામના સગર્ભા નીતાબેન રાઠોડનું શ્વાસ ચડયા બાદ મોત

દસ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: માળીયા, કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૧૦: માળીયા હાટીના તાબેના ગળોદર ગામે રહેતાં સગર્ભાનું શ્વાસ ચડયા બાદ તબિયત બગડતાં બેભાન થઇ જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગળોદર રહેતાં નીતાબેન સંજયભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) ગઇકાલે સાંજે ઘરે હતાં ત્‍યારે એકાએક શ્વાસ ચડતાં તબિયત બગડી જતાં માળીયા હાટીના દવાખાને અને ત્‍યાંથી કેશોદ, બાદમાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેણીનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ દ્વારા પોલીસને કરવામાં  આવી હતી. મૃત્‍યુ પામનાર નીતાબેનના લગ્ન દસ મહિના પહેલા જ થયા હતાં. હાલ તેણીને સારા દિવસો જઇ રહ્યા હતાં અને પેટમાં સાત મહિનાનો ગર્ભ હતો. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. (૧૪.૭)

 

(10:59 AM IST)