<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પોરબંદરમાં ટેકાના ભાવની મગફળી ખરીદીનો પ્રારંભ કરાવતા અર્જુનભાઇ મોઢવાડિયા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦:  માર્કેટીંગ યાર્ડ ખાતે  વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્‍યો હતો.

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે આ વખતે કમોસમી વરસાદના કારણે થયેલ વ્‍યાપક નુકસાન છતાં રાજ્‍યમાં લગભગ ૬૦ લાખ ટન જેટલી મગફળીના ઉત્‍પાદનની શકયતા છે. ત્‍યારે અંદાજે ૯ લાખ જેટલા ખેડૂત ભાઈઓએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ છે. જેને ધ્‍યાને લઈને રાજ્‍ય સરકારે ખુબ ઉદારતા દાખવીને લગભગ ૨૦ લાખ ટન જેટલી મગફળીનો ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરેલ છે.

 પ્રતિ મણ અંદાજે ૧૪૫૨ રૂપિયા જેટલો ઉચ્‍ચ ભાવ ખેડૂત ભાઈઓને આપવાનું નક્કી કરેલ છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે રાજ્‍ય સરકારે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો દ્રઢ નિર્ધાર કરીને રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુના ખર્ચે મગફળી મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરેલ છે

(1:10 PM IST)