તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th November 2025
માધવપુરના દરિયા કાંઠે લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયત
આર્મી નેવી અને વાયુ સેના દ્વારા પાંચ દિવસીય કવાયતના પગલે માધવપુર કાચબા કેન્દ્રથી પાતા ચોપાટી સુધી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ જાહેરનામું : જાહેરહિત અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટ જાહેર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: માધવપુરના દરીયાકાંઠે લશકરની ત્રણેય પાંખો આર્મી, નેવી અને વાયુસેના દ્વારા પાંચ દિવસીય દિલધડક પ્રયોગો સાથેની કવાયત (ત્રિદિવસીય એકસરસાઇઝ-ર૦રપ) શરૂ થઇ રહી છે. આ કવાયત તા.૧૪ સુધી ચાલશે.
માધવપુર ખાતેના દરિયા કિનારે TRI SERVICE EXERCISE-૨૦૨૫ યોજાનાર છે. જેમાં ભારતીય આર્મી, નેવી અને વાયુસેના એમ ત્રણેય સેનાની સંયુક્ત કસરત યોજાશે. આ અભ્યાસમાં ત્રણેય સેનાના જવાનો તથા ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ એકસરસાઇઝ માધવપુર ચોપાટી ખાતે યોજાવાની હોવાથી સેનાના ભારે વાહનો તથા અન્ય સશષા સરંજામ નેશનલ હાઇવેના દરિયા બાજુના ભાગે પાર્ક કરવાના હોવાથી તે સંજોગોમાં ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સામાન્ય નાગરિકોના સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી. વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ તા. ૦૯/૧૧/૨૦૨૫ થી તા. ૧૩/૧૧/૨૦૨૫ સુધી માધવપુર કાચબા કેન્દ્રથી પાતા લેન્ડીંગ પોઇન્ટ સુધીની ચોપાટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ દરમ્યાન માધવપુરથી પોરબંદર ફોરલેન માર્ગ પર માધવપુર પ્રથમ છત્રીથી પાતા બસ સ્ટેશન સુધીની ડાબી (દરિયા બાજુની) સાઇડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે
તા.૦૯/૧૧/૨૦૨૫ના સવારે ૦૯.૦૦ કલાકથી તા. ૧૪/૧૧/૨૦૨૫ના બપોરે ૧૨.૦૦ કલાક સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. અને તમામ વાહનોની અવરજવર જમણી બાજુના માર્ગ પરથી વૈકલ્પિક રૂટ દ્વારા કરવામાં આવશે.
સુરક્ષા અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખી જાહેર કરાયેલા આ પ્રતિબંધોનું પાલન કરે અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ દંડનીય ગુના માટે જવાબદાર ગણાશે તેમ જાહેરનામામાં જણાવ્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
