News of Monday, 10th November 2025
કાલે કોંગ્રેસની યાત્રાનું દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આગમન
આમ આદમી પાર્ટીની ખેડૂત મહા પંચાયત બાદ હવે કોંગ્રેસની યાત્રાથી શિયાળામાં રાજકીય ગરમાવો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઋતુ પ્રસરવા લાગી હોય તેમ તાપમાન ૧૮ થી ૧૯ સાથે ઠંડુ થવા માંડયું છે. ત્યારે ગઇકાલે આંબરડી પાટીયા પાસે ભાણવડથી જામનજોધપુર રોડ પાસે આપ પાર્ટી દ્વારા થયેલ કિશાન મહા પંચાયતમાં ખેડૂતોને શિયાળુ પાકના સમયમાં પણ રપ૦૦ ઉપરાંત ખેડૂતો જોડાયા હતા. તો પ્રદેશ આપ પ્રમુખ ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમત ખવા, દ્વારકા જિ. પ્રમુખ, જામનગર જિલ્લા શહેર પ્રમુખ સામત ગઢવી, પરેશ ગોસ્વામી, યુવરાજસિંહ જાડેજા મનોજ સોરઠીયા વિ. જોડાયા હતાં.
જો કે દ્વારકા જિલ્લામાં થયેલ આ કિશાન મહાપંચાયતમાં જામનગર જિલ્લાના જામજોધપુરના લોકો વધુ હતાં. તો જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ડીવાયએસપી વિસ્મય માનસેતા તથા પી. આઇ. કે. બી. રાજવી વિ. દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ હતી.
કોંગ્રેસ દ્વારા તથા ગુજરાત કિશાન કોંગ્રેસ દ્વારા સોમનાથ ખેડૂતોના હિતને બચાવવા માવઠાથી થયેલ નુકશાનના સંદર્ભેમાં દેવા નાબુદી સંપૂર્ણ કરવાની માંગ સાથે શરૂ થયેલ કોંગ્રેસની યાત્રા ગઇકાલે જુનાગઢ જિલ્લા થઇ સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી હતી. ૧ર-૧૧-રપ ના રોજ બપોરે દ્વારકા જિલ્લામાં આગમન થશે.
ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં માવઠાથી નુકશાનીનું ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક સહાય તથા ૧પ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી છતાં પણ ખેડૂતોનો હજુ અસંતોષ ઘટયો ના હોય ખેડૂતોને રાજી કરવા હજુ પણ ભાજપ કોઇ નવી નીતિ આયોજન કરે તો નવાઇ નહીં!!
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
