<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલામાં ‘વંદે માતરમ'ની ૧૫૦મી જયંતી અવસરે વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ-ગાન

એન. એન. સ્‍કૂલમાં ખેલ મહાકુંભ રમતોત્‍સવનું પણ ઉદઘાટન કરાયું: ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, શ્રી ચોટીલા એજ્‍યુકેશન ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા)ની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ, તા. ૧૦: રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત એન. એન. શાહ સ્‍કૂલ ખાતે રાષ્‍ટ્રગીત વંદે માતરમની ૧૫૦મી જયંતી અવસરે વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ-ગાન કરાયું હતું. બંગાળના લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્‍યાય દ્વારા ૦૭ નવેમ્‍બર ૧૮૭૫ના રોજ આ અમર ગીતની રચના કરવામાં આવી હતી. એમના જ દ્વારા ૧૮૮૨માં લિખિત જાણીતી નવલકથા આનંદમઠમાં આ રચનાનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. ૧૯૫૦માં ભારતના રાષ્‍ટ્રગીત તરીકેનો દરરજો આપવામાં આવ્‍યો હતો. શાળામાં ગુજરાત સરકારના રમતોત્‍સવ ખેલ મહાકુંભનું પણ ઉદ્ધાટન કરાયું હતું જેમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

ચોટીલાના સંનિષ્ઠ નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક અને સ્‍વાતંત્ર્ય સેનાનીઓ વજુભાઈ-જયાબેન શાહના પુત્ર ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ, સેવાભાવી શિક્ષણવિદ્‌ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા)ની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. રમતગમત ક્ષેત્રમાંથી ચોટીલા તાલુકા કન્‍વીનર નિકુલભાઈ સોંડલા, પૂર્વ કન્‍વીનર હરીશભાઈ જોગરાણા, સહ કન્‍વીનર સંજયભાઈ યાદવ, ચીફ રેફરી પ્રેમજીભાઈ માલકીયા, સુપરવાઈઝર શિક્ષક ધર્મેન્‍દ્રસિંહ સોલંકી અને જવરાભાઈ માલકીયા તથા ખેલ સહાયકોની પણ હાજરી રહી હતી.

નાયબ કલેકટર એચ. ટી. મકવાણાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પરિકલ્‍પિત એક ભારત, આત્‍મનિર્ભર ભારતને સાર્થક કરવા માટે સ્‍વદેશીની પ્રેરણા આપી હતી. જીવન-ઘડતરમાં રમતગમતનું વિશેષ મહત્‍વ પણ સમજાવ્‍યું હતું. જેનું ટૂંક સમયમાં જ લોકાર્પણ થવાનું છે તે પિનાકી મેઘાણી દ્વારા શાળામાં સ્‍થાપિત સમળધ્‍ધ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બાળ પુસ્‍તકાલયની પણ મુલાકાત લઈને નાયબ કલેકટર એચ. ટી. મકવાણાએ રાજીપો વ્‍યકત કર્યો હતો. ડો. અક્ષયભાઈ શાહએ પોતાનાં માતળશ્રી અને ગાંધી-સર્વોદય મૂલ્‍યો-વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્‍મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા, પૂર્વ સાંસદ સ્‍વ.જયાબેન વજુભાઈ શાહ દ્વારા લિખિત સૌરાષ્‍ટ્રના સ્‍વાતંત્ર્ય સૈનિકો અને લડતો પુસ્‍તક નાયબ કલેકટર એચ. ટી. મકવાણાને ભેટ આપ્‍યું હતું.(૬.પ)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી,

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન (મો.  ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:04 PM IST)