News of Monday, 10th November 2025
ગોંડલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, રૂપિયા ૧૪૫૨ ટેકાના ભાવે ખરીદી શરૂ

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલ તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ૩૨,૬૦૦ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તેમજ ગત વર્ષ કરતા લગભગ ડબલ નોંધણી થવા પામી છે.
રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગોંડલ તાલુકામાં ૪ ખરીદ કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળી શરૂ કરવા નિયત કરાયા છે. જેમાં ગોંડલ તાલુકામાં બીલીયાળા જૂથ સેવા સહકારી મંડળી લી. નેશનલ હાઈ-વે, વૈદિક બેક બોન એન્ટરપ્રાઈઝ ખાતે, ગોંડલ તાલુકા સહ ખ.વે. સંઘ લી. પટેલ બોડશ્નગની સામે, જામવાડી જૂથ સેવા સહકારી મંડળી લી. જામવાડી ગામ પાસે નેશનલ હાઇ-વે ખાતે, કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી લી. અનીડા કોલીથડ ખાતે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે જેમાં ત્રણ ખરીદ કેન્દ્ર પર આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જ્યારે ગોંડલ તાલુકા સહ ખ.વે. સંઘ લી. ટેક્રિકલ પ્રોબ્લમ ને કારણે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું નથી પરંતુ લગભગ આવતીકાલથી ખરીદ કેન્દ્ર શરૂ કરાશે તેવું જણાવ્યું હતું.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે રૂ.૧૪૫૨ ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત વર્ષે રાજ્યમાં ૩.૫૦ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે આ વર્ષે ત્રણ ગણી વધીને ૯.૫૦ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે રાજ્યના ૩૦૦થી વધુ ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવી પોહચશે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેતર તેમજ વિઘા દિઢ મગફળી ખરીદ કરવામાં આવી હતી જે આ વર્ષે સરકાર દ્વારા નાના ખેડૂતોને ધ્યાનમાં રાખી દરેક ખેડૂત દિઠ ૧૨૫ મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ કરતા ૪ થી ૫ કરોડ મણથી વધુ મગફળી લેવામાં આવશે. એટલે આ વર્ષે ૧૧.૭૮ કરોડ મણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત હાલમાં ગુજરાતમાં થયેલ અતિવળષ્ટિને ધ્યાનમાં લઈને ૧૦ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ખેડૂતના સુખ દુઃખમાં હર હંમેશા પડખે ઉભી છે.
નોંધનીય છે કે, મગફળીના પોષણક્ષમ ભાવો ન મળતા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગોંડલમાં રૂપિયા ૧૪૫૨ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો. જે ગત વર્ષ કરતા પ્રતિ મણ રૂ. ૯૬નો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રૂ.૧૩૫૬ ટેકાના ભાવે મગફળી ખરીદી કરી હતી.જામવાળી સહકારી મંડળી દ્વારા જામવાળી ગામ પાસે મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ ૧૦૦ ખેડૂતોને મેસેજ દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ માટે જાણ કરવામાં આવી હતી. ત્યારે જામવાડી જૂથ સેવા સહકારી મંડળી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શરૂ થતાં ગોંડલના લોકપ્રિય ધારાસભ્ય ગીતાબા જાડેજા, માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ પ્રથમ ખેડૂતનું ફુલહાર તેમજ મીઠું મોઢું કરીને મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. આ તકે જામવાડીના પ્રફુલભાઇ ટોળીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર,જામવાડી જૂથ સેવા સહકારી મંડળી પ્રમુખ વિનુભાઈ મોણપરા સહીત આગેવાનો હાજર રહ્યા હતા.
ગોંડલમાં જામવાડી સહકારી મંડળી દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જામવાડી ઞ્ત્ઝઘ્ નજીક આવેલ નાયરા પેટ્રોલ પમ્પની સામેના ગ્રાઉન્ડમાં ખરીદી ચાલુ કરવામાં આવી છે. તેમજ ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોને જામવાડી જૂથ સેવા સહકારી મંડળી દ્વારા રૂ.૧૦ના ટોકન દરે એક ખેડૂત દિઠ બે લોકોને જમાડવામાં આવશે તેમજ મગફળી કેન્દ્ર પર ખેડૂતોને પીવાનાં ફિલ્ટર પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
