તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Monday, 10th November 2025
પોરબંદર જિલ્લામાં ૯ કરોડથી વધુ રકમના રોડ કામનું અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના મોઢવાડા અને રીણાવાડા ગામ ખાતેથી ૯ કરોડથી વધુની રકમના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અજૂનભાઇએ જલાવેલ કે, રોડ રસ્તાના ઝડપી કામો હાથ ધરી શકાય તે માટે ખેડૂતોને પણ સહકાર આપવા તેમજ રોડની સાઈટમાંથી યોગ્ય રીતે વરસાદી પાણીની નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ઉપસ્થીત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાએ પોરબંદર જિલ્લામા વિવિધ યોજનાઓમાં વધુ રસ્તાઓના કામો જિલ્લામાં થયા છે તેની વિગતે વાત કરી હતી અને રોડ રસ્તાના કામો સારી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઇ ના હસ્તે મોઢવાડાથી રામવાવ રોડનું રૂ.૨ કરોડ ૯૯ લાખના ખર્ચે રીસર્ફેસીંગનું કામ,મોઢવાડા - શીગડા સિમપરા રોડના ૨ કરોડ ૯૯ લાખના ખર્ચે રીસર્ફેસીંગનું કામ અને હર્ષદ એપ્રોચ રોડ ૭૦ લાખના ખર્ચે કરવાનું એમ કુલ રૂ.૬ કરોડ ૬૮ લાખ જેટલાના ખર્ચે ત્રણેય રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અને કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે રીણાવાડા ખાતે ક્ષાર અંકુશ વિભાગને લાગુ પડતા ૨ કરોડ ૬૬ લાખના ત્રણ જેટલા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રોડ કામના ખાત મુર્હુત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પિયુષભાઈ સિગરખીયા, તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ, કાર્યપાલક ઇજનેર મકવાણા, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા, અગ્રણી સર્વે ભુરાભાઈ કેશવાલા, વિરમભાઈ કારાવદરા, હાથિયાભાઈ ખુટી, સામતભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, ભરતભાઈ મોઢવાડીયા, કાળુભાઈ ગોઢાણીયા, વીજયભાઈ મોઢવાડીયા, દિલીપભાઈ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.(
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
