News of Monday, 10th November 2025
મોરબીના જેતપર રોડ નજીક સોયો સેનેટરી કારખાનામાં આગ

મોરબીના જેતપર રોડ પર પાવડીયારી ગામ નજીક વિરાટ નગરના પાટિયા પાસે આવેલા સોયો સેનેટરી કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ચેતના બતાવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી.પરંતુ ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મુકી દીધા હતા.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
