<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ટંકારાના સરાયા ગામે યુવકનો આપઘાત

ઉતમ ઢેઢી (ઉ.વ.ર૦) એ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવીઃ કારણ અંગે તપાસ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૦: ટંકારા તાલુકાના સરાયા ગામે ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે અજ્ઞાત કારણોસર એક ૨૦ વર્ષીય યુવાને ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતકનું નામ ઉત્તમ બેચરભાઈ ઢેઢી છે. ઘટનાની જાણ ટંકારા પોલીસ સ્‍ટેશનને થતાંની સાથે પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરીને જરૂરી કાગળો તૈયાર કર્યા બાદ મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ટંકારા સિવિલ હોસ્‍પિટલ ખાતે મોકલી આપ્‍યો હતો. હાલ પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાતના કારણોની શોધખોળ ચાલુ છે.

(1:13 PM IST)