<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

મનમોહનસિંહની કોંગ્રેસ સરકારે ખેડૂતોના ૭૨ હજાર કરોડ માફ કર્યા'તાઃ શકિતસિંહ ગોહિલ

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ખેતી બચાવો સત્‍યાગ્રહ અંતર્ગત ધરણા-આવેદનઃ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર સહિતના ઉપસ્‍થિત

 

 

(અરવિંદ નિર્મળ- ઇકબાલ ગોરી દ્વારા) અમરેલી- સાવરકુંડલા તા.૧૦: તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતના પાક ને થયેલ વ્‍યાપક નુકશાનના લીધે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ એ જિલ્લાના દરેક શહેર મથકમાં ખેડૂતના હિતમાં ધરણા  અને આવેદનપત્ર આપવા ના કાર્યક્રમ યોજાયેલ હતા જેમાં છેલ્લા અને અંતિમ દિવસે અમરેલી ખાતે ખેતી બચાવો સત્‍યાગ્રહ ના કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન યાત્રા તે.સત્‍યાગ્રહ છાવણી માં આવી પહોચતા  ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને રાજ્‍યસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલે જણાવેલ હતું કે બહાર ભાગી ગયેલા ઉધોગપતિ ના દેવા માફ કરી શક્‍તા હોવ ત્‍યારે ગુજરાત ના ખેડૂતો ના દેવા શા માટે દેવા માફ નથી કરતા.

ખેડૂતો માટે પાક વીમાની યોજના સ્‍વ.રાજીવગાંધીએ યોજના શરૂ કરેલ હતી તે પાક વીમાની યોજના આ ભાજપ ની સરકારે બંધ કરી દીધી. આપણો દેશ ખુશી પ્રધાન દેશ છે અને દરેક નાગરિક નભતો હોય તો તે કળષિ ઉપર નભે છે

ખેતીના ભોગે ઉધોગ ન જોઈએ હું ઉધોગના વિરોધી નથી  ઉધોગ પણ જોઈએ પરતુ પ્રથમ પ્રાધાન્‍ય ખેતીને આપવું જોઈએ શ્રી ગોહિલે એમ પણ કહેલ કે મારે અભિનદન આપવા છે રાજ્‍ય ના જાગુત ખેડૂતો ને મીડિયા અને સોશિયલ મીડિયાને કે ખેડૂતો ના પ્રશ્નોને વાચા આપવા બદલ લોકો અને મીડિયા ની જાહેરાત થી સરકારે પેકેજ જાહેર કર્યું. ચાલુ વરસાદે ખેડૂતો પાક બરબાદ થતો હતો ત્‍યારે બે હજાર ની થાળી ખાવા વાળા ખેડૂતો ને યાદ પણ કે કર્યા  હતા

ગુજરાત સરકારે ખેડૂતોનો પાક વીમો લીધો હોત તો આપણે હાથ લાંબો ન કરવો પડત ભાજપ સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધેલ છે શ્રી ગોહિલે એમ પણ કહેલ કે માટે ભાજપ ની સરકાર સવાલ કરવો છે કે તમે ગુજરાત ની જનતા ને જવાબ આપો તમને તેણે સતા આપી ત્રિપણ એન્‍જિન આપ્‍યા સરપંચ થી સાંસદ સુધી ભાજપ ની સરકાર છે તો પછી ગુજરાતના ખેડૂતો વીમા શું કામ બંધ કર્યા.

જો ભાજપે ખેડૂતો માટે વીમા યોજના બંધ ન કરી હો તો  જે નું જેટલું વાવેતર તેણે તેટલું વળતર મળત આ તમારા પાપે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે.  જ્‍યારે બહાર ભાગી ગયેલા ઉધોગપતિ ન દેવા ઓ માફ  કરી શક્‍તા  હોવ ત્‍યારે ગુજરાત ના ખેડૂતો ના દેવા કેમ માફ ન કરી શકે સ્‍વ.મનમોહનસિંહ ની કોંગ્રેસ સરકાર માં દેશ ના ખેડૂતો ના ૭૨૦૦૦ કરોડ માફ કર્યા હતા.

જેમણે આત્‍મહત્‍યા કરી છે તે અંતિમ પગલું  તે પરિવાર ને ૨૫. ૨૫ લાખ મળવા જોઈએ અને તે પરિવાર માંથી એક વ્‍યક્‍તિ ને સરકારી નોકરી આપવી જોઈએ જામનગર ના ખેડૂત સોનુ ગિરવે મૂકી ને પાકવવા બિયારણ લાવીયો હતો પાક નિષ્‍ફળ ગયો સરકાર ઉપર આશા હતી જગત ના તાત તે  કયારે  આત્‍મા હત્‍યા ન કરે તેવી તેની કઠણાઇ ઊભી થઈ હશે તેમ અંત મા શક્‍તિસિંહ ગોહિલે જણાવેલ હતું.

આ પ્રસગે રાષ્‍ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ એ જણાવેલ હતું કે ભાજપે પાક વીમા ની યોજના બંધ ન કરી હોત ને તો ખેડૂતો ના દીકરા ને હાથ લાંબો નો કરત અમે અમારા હક્ક નુ માગી એ છવી તારા બાપ નું નથી માગતા

    આ તકે ગુજરાત મહિલા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ જેની બેન ઠુમ્‍મરે જણાવેલ હતું કે આટલું ખરાબ પેકેજ આપ્‍યું છતાં પણ પટેલ ન દીકરા વખાણ કરે છે ધિક્કાર છે આ ભાજપ ની સરકારને  ખૂબ સતા ભોગવી ખુબ મજાક કરી ખુબ ઉધોગપતિના દેવા માફ કર્યા થોડીક શરમ રહી હોય તો ખેડૂતો ના દેવા માફ કરો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ પૂર્વ નેતા અને અમરેલી જિલ્લામાં ધરણા અને આવેદનપત્ર આપવામા જિલ્લાભરમાં કરેલ કાર્યક્રમના આગેવાન પરેશભાઈ ધાનાણી, પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી, પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલિયા, હસુભાઈ સૂચક, નરેશભાઈ અધ્‍વર્યુ , સંદીપભાઈ ધાનાણી, હસુભાઈ બગડા, મુજફફર હુસૈન સૈયદ રફિકભાઈ મોગલ વિગેરે કોંગ્રેસ અગ્રણી ઓ એ ખેડૂતો ના દેવા માફ કરવા બાબતે પ્રાસંગીક પ્રવચન કરી વ્‍યથા ઠાલવી હતી.

(1:42 PM IST)