News of Monday, 10th November 2025
ભાજપ નેતા ટેકાના ભાવે મગફળી ખરીદીને માત્ર એકાદ મહિનામાં દોઢથી બે કરોડની કમાણી કરશે : ઈસુદાન ગઢવી
ભાણવડ, જામખંભાળિયા ખાતે ‘કિસાન મહાપંચાયત' : ખેડૂતો સેંકડોની સંખ્યામાં ઉમટી પડયા ગાંધીનગરની સરકાર ખુરશીના ખેલ સાથે ચાલતું ‘સર્કસ' સમાન છે : ગોપાલ ઇટાલીયા : પંજાબમાં આપ સરકારે ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરો અને ભાગ્યાઓને પણ વળતર ચૂકવ્યું : હેમંત ખવા ખેડૂતોના ઘા ઉપર મલમ લગાવવાનો હતો એની જગ્યાએ મીઠું ભભરાવવાનું કામ આ સરકારે કર્યું છે : સાગર રબારી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : આમ આદમી પાર્ટી (આપ) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂતોની દેવા માફી સહિત ૧૦ અલગ અલગ માંગોને મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, નેતા પરેશ ગોસ્વામી, પ્રદેશ મંત્રી પ્રકાશ દોંગા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહીર, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન ગોપાલ રાય, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા પ્રભારી, જિલ્લા/તાલુકા પંચાયત સીટ પ્રભારી, તાલુકા મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રી સહિતની મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી હતી.
નેતાઓના આકરા પ્રહારો
ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાને વચન આપવા છતાં ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' બંધ છે અને ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ભાજપે જાવક બમણી કરી નાખી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના રાજમાં માત્ર ૨૦,૦૦૦ પદાધિકારીઓનો જ વિકાસ થયો છે. તેમણે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે આ માત્ર ભાજપના મળતીયાઓ દ્વારા કરોડોની કમાણી માટેનો ખેલ છે, જેમાં રૂ.૧,૪૫૨માં મગફળી ખરીદી, ગોડાઉનમાં આગ લગાડીને વળતરના રૂ.૧,૦૦,૦૦૦ ખેડૂતને ન આપવાના નાટકો ચાલે છે. તેમણે વચન આપ્યું કે 'આપ'ની સરકારમાં તલાટી/ગ્રામ સેવકના લિસ્ટ મુજબ ડાયરેક્ટ ખાતામાં રૂ.૧,૦૦,૦૦૦ આવી જશે અને લાઈનો બંધ થઈ જશે.
ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની પેટા ચૂંટણીની જીતનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેનાથી ગુજરાતમાં લોકોમાં નવી હિંમત આવી છે. તેમણે સરકારે જાહેર કરેલા રૂ.૧૦,૦૦૦ કરોડના પેકેજને 'કૃષિ મજાક પેકેજ' ગણાવી ટીકા કરી કે ખેડૂતોને ખૂબ જ નજીવી રકમ મળે છે. તેમણે ગાંધીનગરની સરકારને ખુરશીના ખેલ સાથે ચાલતું 'સર્કસ' ગણાવ્યું. તેમણે ખેડૂતોના દુઃખ જેવા કે બાળકોના શિક્ષણની ફી, બીમારી અને લગ્ન પ્રસંગોની ચિંતાનો ઉલ્લેખ કરી, ખેડૂતોની આત્મહત્યા, મોરબી બ્રિજકાંડ અને હરણી તળાવ બોટ કાંડ જેવા બનાવોથી ગુજરાતની જનતાને આંખો ખોલવા વિનંતી કરી.
હેમંત ખવાએ ગુજરાતના પેકેજ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પંજાબની 'આપ' સરકારે ૧ હેક્ટર દીઠ રૂ.૫૦,૦૦૦ની સહાય (મર્યાદા ૨ હેક્ટર દીઠ રૂ.૧,૦૦,૦૦૦) અને ખેત મજૂરોને પણ રૂ.૭,૨૦૦ની સહાય ચૂકવી છે. તેમણે જણાવ્યું કે પંજાબમાં ૧ મહિનામાં પૈસા મળે છે, જ્યારે ગુજરાતમાં ગત વખતે વળતર આવતા ૧૧ મહિના લાગી ગયા હતા અને ઘણા ખેડૂતોને હજુ સુધી ગત વર્ષના પૈસા મળ્યા નથી.
સાગર રબારીએ કહ્યું કે ૪૨ લાખ હેક્ટરના નુકસાન સામે ?૧૦,૦૦૦ કરોડનું પેકેજ અપૂરતું છે. તેમણે જણાવ્યું કે ૧ વીઘાના વાવેતર ખર્ચ રૂ.૧૭,૦૦૦ થી રૂ.૧૯,૦૦૦ સામે ખેડૂતને માત્ર રૂ.૩,૫૦૦ મળે છે. તેમણે ‘ઐતિહાસિક પેકેજ'ના વખાણ કરતા વીડિયો બનાવવા માટે ભાજપના લાભાર્થીઓનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો. તેમણે બરડાના માલધારીઓના અધિકારો, સરકારી ડેરીઓમાં ગોબાચારી, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો અને નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ફળતા અંગે વાત કરી હતી.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી
જ્જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાનના વચનો છતાં ગુજરાતમાં જ 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' બંધ છે અને ખેડૂતોને પાક વીમો મળ્યો નથી.
જ્જ ‘ભાજપે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે તેમની જાવક બમણી કરી નાખી છે. ભાજપના રાજમાં માત્ર ૨૦,૦૦૦ પદાધિકારીઓનો જ વિકાસ થયો છે,' એવો આક્ષેપ કર્યો.
જ્જ તેમણે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે આ માત્ર ભાજપના મળતીયાઓ દ્વારા કરોડોની કમાણી માટેનો ખેલ છે, જેમાં રૂ.૧,૪૫૨માં મગફળી ખરીદી, ગોડાઉનમાં આગ લગાડીને વળતરના રૂ.૧,૦૦,૦૦૦ ખેડૂતને ન આપવાના નાટકો ચાલે છે.
જ્જ ગઢવીએ વચન આપ્યું કે ‘આપ'ની સરકારમાં તલાટી/ગ્રામ સેવકના લિસ્ટ મુજબ સીધા ખેડૂતોના ખાતામાં ?૧,૦૦,૦૦૦ આવી જશે અને લાઈનો બંધ થઈ જશે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા
જ્જ ઇટાલીયાએ વિસાવદરની પેટા ચૂંટણીની જીતને 'ક્રાંતિ' ગણાવી અને કહ્યું કે તેનાથી ગુજરાતમાં લોકોમાં નવી હિંમત આવી છે.
જ્જ તેમણે સરકારે જાહેર કરેલા રૂ.૧૦,૦૦૦ કરોડના પેકેજને 'કૃષિ મજાક પેકેજ' ગણાવ્યું, જેનાથી ખેડૂતોને નજીવી રકમ મળે છે.
જ્જ તેમણે ગાંધીનગરની સરકારને પ્રજાની વાત સાંભળવાને બદલે માત્ર મંત્રીઓની ખુરશી બદલતું 'સર્કસ' ગણાવ્યું.
જ્જ તેમણે કહ્યું કે ખેડૂતો બાળકોના શિક્ષણની ફી, બીમારી અને દીકરીના લગ્ન પ્રસંગો માટે ચિંતિત છે, પણ સરકારને ચિંતા નથી.
ધારાસભ્ય હેમંત ખવા
જ્જ ખવાએ ગુજરાતના પેકેજની તુલના પંજાબની ‘આપ' સરકાર સાથે કરી. પંજાબ સરકારે ૧ હેક્ટર દીઠ રૂ.૫૦,૦૦૦ની સહાય (૨ હેક્ટરની મર્યાદામાં રૂ.૧,૦૦,૦૦૦) અને ખેત મજૂરોને પણ રૂ.૭,૨૦૦ની સહાય ચૂકવી છે.
જ્જ તેમણે જણાવ્યું કે પંજાબમાં ૧ મહિનામાં પૈસા મળે છે, જ્યારે ગુજરાતમાં વળતર આવતા ૧૧ મહિના લાગી ગયા હતા અને ઘણા ખેડૂતોને હજુ પણ પૈસા મળ્યા નથી.
ખેડૂત નેતા સાગર રબારી
જ્જ રબારીએ ૪૨ લાખ હેક્ટરના નુકસાન સામે રૂ.૧૦,૦૦૦ કરોડના પેકેજને અપૂરતું ગણાવ્યું. તેમણે કહ્યું કે ૧ વીઘાના વાવેતર ખર્ચ રૂ.૧૭,૦૦૦ થી રૂ.૧૯,૦૦૦ સામે ખેડૂતને માત્ર રૂ.૩,૫૦૦ મળે છે.
જ્જ તેમણે ‘ઐતિહાસિક પેકેજ'ના વખાણ કરાવવા માટે ભાજપના મળતીયાઓ દ્વારા વિડિયો બનાવડાવવાનો આક્ષેપ કર્યો.
જ્જ તેમણે બરડાના માલધારીઓના અધિકારો, સરકારી ડેરીઓમાં ભ્રષ્ટાચાર (ફેટ, ભાવ અને પેકેજમાં કડદો), ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો અને ‘નલ સે જલ' યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર પર આક્રોશ વ્યક્ત કર્યો.
આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને વિનંતી કરી છે કે આ 'સર્કસ' જેવી સરકારને બંધ કરીને જનતાનું શાસન લાવવા માટે એક વખત આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
