<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટને પગલે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હોટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, દરિયાઈ જેટીઓ પર ચેકિંગ

દ્વારકામાં જગત મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી: મંદિર અંદર જતા તમામ યાત્રિકોની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રવેશ

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળીયા : દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે

દ્વારકામાં જગત મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જગત મંદિર હર હંમેશ દુશ્મન પાડોશી દેશોની નજરમાં રહ્યું છે. દ્વારકાના જગત મંદિર પર સુરક્ષા બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે પરંતુ આજે દિલ્હીમાં થયેલ બોમ્બ ધડાકાના પગલે આ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને જગત મંદિર અંદર જતા તમામ યાત્રિકોની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રવેશ કર દેવામાં આવી રહ્યો છે.

(11:56 PM IST)