News of Tuesday, 11th November 2025
સંઘ સુપ્રીમો મોહન ભાગવત કચ્છમાં: ભુજમાં રાત્રિ રોકાણ, આજે નાના રતડિયા ગામે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ
જગદ્દગુરુ સ્વામી વાસુદેવાનંદજી પણ ઉપસ્થિત રહેશે, ભોજનશાળા, સત્સંગ હોલનું લોકાર્પણ કરશે, આવતીકાલે સવારે મુંબઈ જવા રવાના થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : સર સંઘ ચાલક મોહન ભાગવત કચ્છના બે દિવસના પ્રવાસે છે. તેઓ ગઈ કાલે સાંજે હવાઈ માર્ગે ભુજ પહોંચી આવ્યા હતા. ભુજમાં રાત્રિ રોકાણ બાદ આજે તેઓ માંડવી તાલુકાના નાના રતડિયા ગામે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહેશે. અહીં શ્રી શક્તિ પીઠ આશાપુરા માતાજી મંદિર મધ્યે આયોજિત કરાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ અને સત્સંગ હોલનું લોકાર્પણ કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદજી પણ ઉપસ્થિત રહેશે તેમના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ થશે. સર સંઘ ચાલક મોહન ભાગવતજી આજે પણ ભુજમાં રાત્રિ રોકાણ કરશે. તેઓ આવતીકાલે સવારે ભુજથી વિમાન માર્ગે મુંબઈ જવા રવાના થશે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
