News of Tuesday, 11th November 2025
ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે પૂ.દયાનંદગીરીજી મહારાજના આશીર્વાદથી પૂ.અમરગીરી મહારાજના સાનિધ્યમાં ‘‘ગુરૂ આશીર્વાદ સમુહલગ્ન''
સમુહ લગ્નમાં જોડાવવા ઈચ્છુકોએ ૩૦ માર્ચ સુધીમાં નામ નોંધાવી આપવા : અખાત્રીજે ૫૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશેઃ સ્વ. કમલેશભાઈ ઉદયશંકર રાવલના સ્મરણાર્થે તેમના સુપુત્ર દિવ્યાંગભાઈ કમલેશભાઈ રાવલ તથા રાવલ પરિવાર તરફથી આયોજન

રાજકોટ તા.૧૦ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામા આવેલ શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદ ગીરીજી મહારાજના આશીર્વાદથી પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં ૅગુરુ આશીર્વાદ સમુહલગ્નૅનુ તા.૧૯-૪-૨૦૨૬ ને અખાત્રીજના રોજ આયોજન કરાયું છે. પ. પૂ. દયાનંદગીરી મહારાજ ની પ્રેરણાથી સ્વ. કમલેશભાઈ ઉદયશંકર રાવલના સ્મરણાર્થૈ તેના સુપુત્ર દિવ્યાંગભાઈ કમલેશભાઈ રાવલ તથા રાવલ પરિવાર તરફથી શ્રી મહાકાળી આશ્રમ મધ્યે ૫૧ દિકરીઓના સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવેલ છે. જેની તારીખ ૧૯/૦૪/૨૦૨૬ અખાત્રીજ ના દિવસે રાખવામાં આવેલ છે. આ શુભ સમૂહ લગ્ન પ્રસંગમાં જે કોઈ જોડાવવા માગતા હોય તેઓએ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સુધીમાં નામ નોધાવવા શ્રી મહાકાળી આશ્રમ ચરાડવામા પ. પૂ. મહંત શ્રી અમરગીરીબાપુનો શ્રી મહાકાળી આશ્રમ, દેવળીયા રોડ, મુ. ચરાડવા, તા. હળવદ, જી. મોરબી (મો.૯૪૨૯૬ ૫૦૫૧૫) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. નામ નોંધાવવા માટે મિહિરરાજસિંહ ઝાલા મો. ૮૫૩૦૮ ૬૩૯૬૩, સુખદેવ પઢિયાર મો. ૯૭૨૪૧ ૮૩૫૭૫, તેજસ સોલંકી મો. ૯૬૩૮૯ ૫૨૮૨૦,રાજેશ પટેલ મો. ૯૭૩૭૩ ૭૯૫૦૦, મયુરસિંહ પઢિયાર (વકીલ) મો. ૯૮૭૯૪ ૬૭૭૪૭, ચિન્ટુભા ઝાલા મો. ૯૬૬૪૬ ૧૪૩૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
