<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ખેતીની જમીન ખાલી કરી નાંખજે નહિતર પતાવી દઇશ : મોરબીના વૃધ્‍ધને ધમકી

હળવદનો દેવીપુર ગામે આવેલ જમીન બાબતે મોરબીના શખ્‍સે રૂબરૂ અને ટેલીફોનીક ધમકી આપતા ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૧:  મોરબીના મહેન્‍દ્રનગર ગામે પ્રભુકળપા ટાઉનશીપમાં રહેતા મૂળ હળવદ તાલુકાના દેવીપુર ગામના વયોવળદ્ધની જમીન પચાવી પાડવા મોરબીના શખ્‍સે રૂબરૂ અને ટેલિફોનિક ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મો૨બી શહેરમાં મહેન્‍દ્રનગર પ્રભુકળપા ટાઉનશીપમાં રહેતા ફરિયાદી ઈશ્વરભાઈ દુદાભાઈ કુંડારિયા ઉ.૭૨ નામના ખેડૂતે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓની વડીલો પાર્જીત દસ વિઘા જમીન હળવદ તાલુકાના દેવીપુર ગામે આવેલ હોય મોરબીના આરોપી ભોલું જારીયા નામના શખ્‍સે આ જમીન પોતે ખરીદી લીધી હોય જમીન ખાલી ક૨વા ફોન ક૨ી ધમકી આપી હતી. બાદમાં પ્રભુકળપા ટાઉનશીપમાં ઘેર આવી ભોલુ જારીયાએ કહ્યું હતું કે, કાલે બપોર સુધીમાં જમીન ખાલી કરી નાંખજે નહિતર જાનથી મારી નાખીશ. આમ વડીલો પાર્જીત જમીન વેચાણ ન કરી હોવા છતાં ભોલું જારીયા નામના શખ્‍સે વયોવળદ્ધને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

 

(12:05 PM IST)