તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 11th November 2025
હિરલબા અને સાગરીતની છેતરપીંડીના વધુ એક કેસમાં ધરપકડઃ ૩ દિ'ની રિમાન્ડ
હિરલબા જાડેજા અને સચિન મહેતા અન્ય ગુન્હામાં જેલમાં હોય બંને આરોપીઓનો પોલીસે જુનાગઢ જેલમાંથી કબ્જો મેળવ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: સાયબર ક્રાઇમ દ્વારા હિરલબા જાડેજા અને તેના સાગ્રીત મુંબઇના સચિન મહેતા બંનેની ૩૧.પ૯ લાખની છેતરપીંડીના વધુ એક કેસ ધરપકડ બાદ બંનેની ૩ દિવસની રિમાન્ડ મંજુર થઇ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા હિરલબા જાડેજા અને સાગ્રીત મુંબઇના સચિન મહેતાની ધરપકડ બાદ બંનેને ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થઇ છે. હિરલબા જાડેજા અને મુંબઇના સચિન મહેતા બંને મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટ ફ્રોડમાં ચલાવાતી ગેંગના સભ્યો હોવાનું ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.
હિરલબા જાડેજા અને સચિન મહેતા અન્ય ગુનામાં જેલમાં હોવાથી પોલીસે જુનાગઢ જેલમાંથી કબજો મેળવ્યો હતો. ગેંગ દ્વારા વોટસએપ ગૃપમાં અને કોલ દ્વારા શેર માર્કેટમાં ઉંચા વળતરમાં લાલચ આપી ફરીયાદી પાસેથી ૩૧.પ૯ લાખની છેતરપીંડી કરી હતી. હિરલબા જાડેજા અને સાગ્રીત સચિન મહેતાની ધરપકડ કરવામાં આવી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
