News of Tuesday, 11th November 2025
મોટી પાનેલીના નિતીનભાઇ સરેણાનું કારમાં અપહરણ કરી હત્યાનો પ્રયાસ : ૧ર સામે ફરીયાદ
નીતિનભાઇનો મિત્ર યુવતીને ભગાડી જતા મદદ કર્યાની શંકાએ ૧ર શખ્સોએ સીમામાં લઇ જઇ લાકડીઓ સાથે તૂટી પડી ખૂની હુમલો કર્યો

રાજકોટ, તા., ૧૧: ભાયાવદરના મોટી પાનેલી ગામે યુવાનનું ૧ર શખ્સોએ અપહરણ કરી ખુની હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ નિતીનભાઇ જેસાભાઇ સરેણા (ઉ.વ.૩૬) (રહે. મોટી પાનેલી) એ આરોપી અશ્વીન આહીર (રહે. કૃષ્ણગઢ, જામનગર), બાબભાઇ આહીર (રહે. કૃષ્ણગઢ, જામનગર), નરેન્દ્ર નામનો વ્યકિત, હસન ઉર્ફે ભોપો અનવરભાઇ જુણેજા (રહે. મોટી પાનેલી) તથા અન્ય ૮ અજાણ્યા શખ્સો સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મિત્ર નિતીન આરોપી બાબભાઇ આહીરની પુત્રીને ભગાડી ગયેલ હોય અને તેમાં ફરીયાદી નીતીન મદદ કર્યાની શંકાએ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી મોટી પાનેલી ગામે આવી ડો.સુરેજા સાહેબના દવાખાના પાસે ઉભેલ ફરીયાદી નિતીનભાઇ સરેણાને સફેદ કલરની વેગનઆર કારમાં ઉપાડી જઇ અપહરણ કરી મોટી પાનેલી ગામે સિદસર રોડ પર આવેલ પાવર હાઉસ પાસે લઇ જઇ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ બીજી ફોરવ્હીલ કારમાં આવેલ અન્ય ૪ શખ્સોએ ફરીયાદીને ગાળો આપી માર માર્યો હતો.
ત્યાર બાદ ફરીયાદી નિતીનભાઇ સરેણાને આરોપીઓએ કૃષ્ણગઢ ગામની સીમમાં લઇ જઇ બંને કારમાં આવેલા શખ્સો તથા અન્ય અજાણ્યો આરોપી ત્યાં હાજર હોય તમામે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે કુંડળીવાળી લાકડીથી ખુની હુમલો કરી ઇજા કરી હતી.
આ ફરીયાદ અન્વયે ભાયાવદર પોલીસે ૧ર આરોપીઓ સામે તથા તપાસમાં ખુલે તે સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
