<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્‍હીમાં વિસ્‍ફોટો બાદ દેવભૂમી દ્વારકા જીલ્લામાં જુદી જુદી જગ્‍યાએ ચેકીંગ

હોટલો, ધાર્મિક સ્‍થળો, ફરવા લાયક સ્‍થળોમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ :  દિલ્‍હીમાં વિસ્‍ફોટ બાદ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. વિસ્‍મય તથા દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથકો તથા એસ.ઓ.જી. પોલીસના સ્‍ટાફ દ્વારા દ્વારકામાં હોટલો, રેલ્‍વે સ્‍ટેશનો, બસ સ્‍ટેશન,ો હાઇવે, દરીયાઇ જેટી, બંદરો, દ્વારકાધીશના મીંદર, બેટ દ્વારકા વિ. વિસ્‍તરોમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા હાઇવે ઉપર પણ વાહનોનું સઘન ચેકીંગ શકમંદોની પુછપરછ તપાસ કાર્યો શરૂ કરવામાં આવ્‍યા હતા. 

(12:30 PM IST)