News of Tuesday, 11th November 2025
રાહત પેકેજ સામે જુનાગઢમાં ભારે આક્રોશઃ ગાંધીનગર કૂચ કરવાની ચિમકી
બિન રાજકીય ખેડૂત સંમેલનમાં ખેડૂતો ઉમટયા : પાલ આંબલીયા, પરેશ ગોસ્વામી સહિતનાએ રાજય સરકાર સામે બળાપો ઠાલવ્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૧: ખેડૂતોને સરકારે આપેલા રાહત પેકેજથી અસંતોષ થતા જુનાગઢમાં બિન રાજકીય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ માર્ગ કરવામાં આવી છે. અને જો આ માંગણી નહી સ્વીકારાય તો ૧૨ દિવસમાં ખેડૂતો ગાંધીનગરની કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કમોસમી વરસાદના કારણે ખેતીપાકને ખૂબ મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો રાહત પેકેટને લોલીપોપ ગણાવી રહ્યા છે. આજે જુનાગઢમાં કિસાન કૉંગ્રેસના અગ્રણી પાલ આંબલીયા, આમ આદમી પાર્ટીના પરેશ ગૌસ્વામી સહિતનાઓ દ્વારા બિન રાજકીય સમેલન બોલાવવામાં આવ્યું છે.
દરમિયાન કલેકટર કચેરીના પટાંગણમાં સંમેલન પોજી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો આક્ષેપ કર્યો કે, ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવી રહ્યા છે પરંતુ ખેડૂતોને લીલીપોપ સમાન રાહત પેકેજ જાહેર કરી ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતીએ મુખ્ય ત્રણ માંગણી મૂકી છે, જેમાં ટેકાના ભાવની મગફળી ૧૨૫ મણને બદલે ૨૦૦ મણ ખરીદવામાં આવે, જો ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવ્યું છે તે સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ ધિરાણ નથી લીધું તેના ખાતામાં ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે અને વર્ષ ૨૦૧૮-૧૯નો જે વીમો ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યો તે તાત્કાલિક ચુકવી આપવામાં આવે એવી માગણી સાથે અધીક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોનું અલ્ટીમેટમ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ન સ્વીકારતા ખેડૂતો રોસે ભરાઈ રામધૂન બોલાવી હતી. તો અંતે અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવું પડયું હતું. ખેડૂત અગ્રણીઓની માંગણી છે કે આ કોઈ પક્ષનું આંદોલન નથી, બિન રાજકીય ખેડૂત આંદોલન છે. કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલા આંદોલનની ત્રણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ૧૨ દિવસ બાદ ખેડૂતોએ જુનાગઢથી ગાંધીનગર સુધીની કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પહેલા આ ખેડૂતોના આંદોલનમાં આવેદનપત્ર ન સ્વીકારતા વિવાદ થયો હતો. જેમાં કલેક્ટર, અધિક કલેક્ટર કે પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ન આવ્યા તી ખેડૂતોએ માંગ કરી હતી કે કે ત્રણમાંથી કોઈ પણ એક અધિકારી ઓફિસમાંથી નીચે આવી આવેદનપત્ર સ્વીકારે. કલેકટરે સ્પષ્ટ કહી દીધું કે, તમામ ખેડૂતો તેમની ચેમ્બરમાં આવી આવેદનપત્ર આપશે તો જ સ્વીકારશે. આ વાતને લઈ વિવાદ સર્જાયો હતો. તો ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં રામધૂન શરૂ કરી દીધી હતી. ખેડૂતોનું કહેવું હતુ કે, ૨૦૦-૫૦૦ કિલોમીટર દૂરથી ખેડૂતો આવ્યા પણ અધિકારી ૫૦ મીટર આવેદનપત્ર સ્વીકારવા નથી આવતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
