<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ખેડૂતોના હક, અધિકાર અને વળતર માટે આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે કિશાન મહાપંચાયત

ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલભાઈ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્‍ય : હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, રેશ્‍માબેન પટેલ સહિતના સભા ગજવશે

રાજકોટ, તા.૧૧: ખેડૂતોના હક, અધિકાર અને વળતર માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કિસાન મહાપંચાયતમાં ઉપસ્‍થિત રહેશે.

ખેડૂતોની તમામ ૧૦ માંગણીઓને લઈને આજે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે બપોરે ૩:૦૦ કલાકે  ક્રિકેટ ગ્રાઉન્‍ડ, આણંદપરા રોડ, ગામ - ટોબરા, તલાલા વિધાનસભા,  જિલ્લો ગીર સોમનાથ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું છે તેમ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતુ.

હજારોની સંખ્‍યામાં ખેડૂતો કિસાન મહાપંચાયતમાં હાજર રહીને પોતાના હક અને ન્‍યાય માટે અવાજ ઉઠાવે અપીલ કરવામાં આવી છે.બોટાદ આંદોલન બાદ અને સુદામડાની કિસાન મહાપંચાયતમાં એક લાખથી વધારે ખેડૂતો જોડાયા જેના કારણે સરકારે ૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવું પડ્‍યું તેમ  ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતુ.

ખેડૂતો એકતા બતાવશે તો ભાજપીય કડદા પાર્ટીએ પણ ઝૂકવુ પડશે. તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું છે.

ખેડૂતોની દેવા માફી સહિત ૧૦ અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિધાનસભાના ટોબરા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલભાઈ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્‍ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા,યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી, મહિલા વિંગ પ્રમુખ રેશ્‍માબેન પટેલ, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા, તાલાળા વિધાનસભા ઇન્‍ચાર્જ દેવેન્‍દ્રભાઈ સોલંકી, ઉના વિધાનસભા ઇન્‍ચાર્જ સેજલબેન ખૂંટ, સોમનાથ વિધાનસભા ઇન્‍ચાર્જ જગદીશભાઈ યાદવ કિસાન મહાપંચાયતમાં ભાગ લેશે. (

(1:04 PM IST)