<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ઓગષ્‍ટ-સપ્‍ટેમ્‍બરના વરસાદથી ખેતીમાં નુકશાનના વળતર અંગે પરિપત્ર પ્રસિધ્‍ધ

પાંચ જિલ્લાઓમાં જૂનાગઢ અને કચ્‍છનો સમાવેશ

 

 

રાજકોટ, તા. ૧૧: રાજ્‍યમાં ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર માસમાં થયેલ ભારે વરસાદને કારણે મુખ્‍યરૂપે જૂનાગઢ, પંચમહાલ, કચ્‍છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોમાં પાક નુકસાન થયાના તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે વ્‍યાપક પાક નુકસાનીના પ્રાથમિક અંદાજો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલ છે.

ખરીફ ઋતુમાં આ જિલ્લાઓમાં ખેતી પાકોનું નોંધપાત્ર વાવેતર થયેલ હતું. આ સમયે ખરીફ પાકો ફૂલ/પુખ્‍ત/કાપણી અવસ્‍થાએ હતા. આ જિલ્લાઓમાં ઉદ્વવેલી પરિસ્‍થિતિને ધ્‍યાને લઈ ખેડૂતોને સહાય આપવી જરૂરી જણાતા  રાજયના  જૂનાગઢ, પંચમહાલ, કચ્‍છ, પાટણ અને વાવ- થરાદ એમ કુલ ૫ (પાંચ) જિલ્લાઓમાં નીચેની શરતો મુજબ SDRF-તથા રાજ્‍ય બજેટમાંથી ‘‘કળષિ રાહત પેકેજ-૨૦૨૫ૅ આપવાનું  જાહેર કરાયેલ  તે અંગેના પરિપત્ર ૯ નવેમ્‍બરે કૃષિ વિભાગે પ્રસિધ્‍ધ કર્યા છે.

સહાયના ધોરણો

(અ) ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ %કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્‍સ મુજબ વાવેતર વિસ્‍તારની મર્યાદામાં પ્રતિ હેક્‍ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્‍ય બજેટ હેઠળ રૂ.૧૩,૫૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

(બ) ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ વર્ષાયુ/પિયત પાકોના ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્‍સ મુજબ વાવેતર વિસ્‍તારની મર્યાદામાં પ્રતિ હેક્‍ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

(ક) બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ %કે તેથી વધુ નુકસાન માટ SDRF ના નોર્મ્‍સ મુજબ વાવેતર વિસ્‍તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/-એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.  ફેકટર દિઠ ખેડૂતને રૂા. ૨૨ હજાર મળવાપાત્ર છે. અડધા હેકટરમાં રૂા. ૧૧ હજાર મળવાપાત્ર છે. 

(2:53 PM IST)