News of Tuesday, 11th November 2025
ચૂંટણી પંચની બેદરકારીનો ભોગ બની બે સ્થળે મતદારયાદીમાં નામ ધરાવતા નિર્દોષ મતદાતાઓને કાનૂની રક્ષણ મળે તે જરૂરી.
ચુંટણીપંચની ગાઈડ લાઈન મુજબ એન્યુમરેશન ફોર્મ ફરજિયાતપણે મતદાતાઓના ઘરે જઈ રૂબરૂમાં જવાબદાર વ્યક્તિને જ સોંપવામાં આવે : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખની રાજયના મુખ્ય ચુંટણી કમિશ્નરશ્રીને મતદારોના વિવિધ મુદે રૂબરૂ રજુઆત

રાજકોટ તા.૧૧: ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા તથા પૂર્વ સીનીયર ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર સચિવાલય ખાતે શ્રી હારીત શુક્લા -( IAS મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી) અને ડો. એસ. મુરલી ક્રિષ્ના-(રાજય મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી) ને રૂબરૂ મળી નીચે દર્શાવેલ બાબતે મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ગુજરાત રાજ્યની મતદાર યાદીઓમાંથી ભૂતિયા, બોગસ, બબ્બે સ્થળે નામો ધરાવતા મતદારોને હટાવવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા - ECI એ તા. ૪-૧૧-૨૦૨૫ના રોજથી રાજ્યમાં ખાસ સઘન સુધારણા-SIR પ્રક્રિયા શરૂ કરી છે. ECM ની ગાઈડલાઈન અનુસાર ડોર ટુ ડોર જઈ મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવતા બુથ લેવલ ઓફિસર-BLO ને જો કોઈ મતદાર ખોટી માહિતી આપશે, બબ્બે ઠેકાણે મતદાર તરીકે નોંધાયેલા રહેવા પ્રયાસ કરશે તો તેની સામે ફોજદારી ગુનો નોંધાઈ શકે છે અને એક વર્ષ સુધીની જેલ અથવા દંડ કે પછી આ બંને સજા થઈ શકે છે માટે BLO દ્વારા તટસ્થ ચકાસણી કર્યા બાદ જ મતદારની સ્વેચ્છાએ કોઈપણ એક સ્થળની મતદારયાદીમાં નામ નોંધવાની કાર્યવાહી કરવામાં આવે. ECI દ્વારા શરૂ થયેલી કવાયતમાં પ્રત્યેક મતદારને પોતાના ફોટોગ્રાફ સાથે એન્યુમરેશન ફોર્મ-ગણતરી ફોર્મ ભરવાનું છે. જેમાં સૌથી છેલ્લે નીચે એફિડેવિટની જેમ જ ‘‘હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી રહ્યો છુ અને ઉપરોક્ત નામ, જે હું મારા કુટુંબના સભ્યનું છે. તે અન્ય કોઈ વિધાનસભા મતવિભાગ અથવા લોકસભા મતવિભાગમાં સામેલ નથી'' એવો પ્રત્યેક મતદારે સિસ્વિકાર કરવાનો રહે છે. સાથે જ ‘‘મને ખબર છે કે આ અરજી સંબંધિત ઉપરોક્ત નિવેદન અથવા જાહેરનામું ખોટુ હોવાનું છતાં, જે હું જાણે અથવા માન્ય રાખીને ખોટું નિવેદન આપુ છુ અથવા સત્ય માનતો નથી.'' તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ (૧૯૫૦ને અધિનિયમ ક્રમાંક ૪૩) ની કલમ ૩૧ હેઠળ દંડનીય છે જેમાં એકવર્ષની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. એવો એકરાર કરીને જવાબદારી સાથે સહી કરવાની થાય છે. આમ, BLO ને એન્યુમરેશન ફોર્મમાં જો કોઈ મતદારે ખોટી માહિતી આપી, ખોટા કે બનાવટી પુરાવા રજૂ કર્યા તો એ મતદાર સામે ફોજદારી ગુન્હો તો નોંધાશે જ પરંતુ તેની સાથે સાથે ગુન્હો સાબિત થયે જેલ અને દંડની સજા પણ થઈ શકશે તેવી જોગવાઈ હોવાથી ખુબ જ સાવચેતી પૂર્વક SIR ની પ્રક્રિયાને પૂર્ણ કરવા BLO ને તાકીદ કરવામાં આવે. રાજ્ય ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ જો BLO દ્વારા ઘરે ઘરે જઈ SIR પ્રક્રિયા દરમ્યાન ફોર્મનું વિતરણ યોગ્ય રીતે નહી કરવા તેમજ તટસ્થ સર્વે કરવામાં કસૂરવાર જણાઈ આવે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ છે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા BLO ને રાજકીય દબાણ કરનારાઓની સામે સરકારી કામગીરીમાં દખલ કરવા અંગેનો ગુનો દાખલ કરવો જોઈએ. પરિણામે નિર્દોષ BLO ને ECIની ગાઈડ લાઈન મુજબ કાનૂની કાર્યવાહીથી રક્ષણ આપી શકાય.
ECI ની ગાઈડ લાઈન અનુસાર BLO એ પણ બાંહેધરી આપવાની થાય છે કે એન્યુમરેશન ફોર્મ સ્વીકારવા બાબતે મેં તમામ વિગતો અને પુરાવાની ચકાસણી કરેલ છે.
ભારતીય મતદાતાનો સંવૈધાનિક અધિકાર છે તેઓ ઈચ્છે તે કોઈપણ એક સ્થળે પોતાનું નામ મતદારયાદીમાં યથાવત રાખી શકે છે પરંતુ અમોને મળેલ માહિતી મુજબ ગંભીર બાબત સામે આવી છે કે ચૂંટણી પંચની ઘોર બેદરકારી અને લાલિયાવાડીને કારણે વિશેષ કરીને સમગ્ર રાજ્યનો વિકાસ અને શહેરીકરણ થવાને લીધે વસ્તીનું ભારણ વધતા અમદાવાદના કોટ વિસ્તાર સહિત મોટા પાયે સ્થળાંતર થવાના પરિણામે મતદાતાઓએ નવા સ્થળોના સરનામા ઉપર પણ પોતાના નામો મતદારયાદીમાં સામેલ કરાવી દીધા છે પરંતુ રાજ્ય ચૂંટણી પંચની બેદરકારી અને લાલિયાવાડીને કારણે તેમના મૂળ સ્થળેથી નામો કમી કરવામાં આવ્યા નથી પરિણામે બંને સ્થળની મતદારયાદીઓમાં તેમના નામોનો ઉલ્લેખ જોવા મળે છે. રાજ્યના અનેક સ્થળો સહિત અમદાવાદના કોટ વિસ્તારમાં મોટા પાયે રેસીડન્સમાંથી કોમર્શીયલ બાંધકામમાં તબદીલ થયા હોવા છતાં હાલ મૂળ સ્થળે પણ મતદારોના નામ હજી યથાવત છે.
રાજ્યમાં રોજગાર મેળવવા આવેલા બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોના પરપ્રાંતિયોએ મૂળ વતનની મતદાર યાદીમાં તેમના નામો યથાવત હોવા છતાં રાજ્યની ઔદ્યોગિક વસાહતો - અમદાવાદ, સુરત, અંકલેશ્વર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં ભાડે રાખેલા મકાનોના સરનામે તેમના નામો મતદારયાદીમાં નોંધાવ્યા અંગેની ગંભીર બાબતો સામે આવી રહી છે ત્યારે ભાડુઆત તરીકે રહેતા પરપ્રાંતિયોના નામ અન્ય રાજ્યોમાં ચાલતા હોવાથી યોગ્ય ચકાસણી કરી પરપ્રાંતિયોના નામ ગુજરાત રાજ્યની મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે. રાજ્યમાં અનેક સ્થળો સહિત અમદાવાદના શાહપુર વિસ્તારમાં મેટ્રો ડેવલપમેન્ટના કારણે પ્રોજેક્ટમાં નડતરરૂપ મિલકતોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવતા મૂળ સ્થળે રહેતા લોકોએ કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતર કર્યું હોઈ સ્થળાંતરિત મતદાતાઓના નામ મૂળ સ્થળની મતદારયાદીમાંથી કમી કરવામાં આવે.
ચૂંટણી પંચ સમક્ષ સૌથી ગંભીર પ્રશ્ન તો એ છે કે રીડેવલપમેન્ટના કારણે અન્ય સ્થળે ભાડે રહેવા ગયેલા લોકોના નામ SIR પ્રક્રિયા દરમ્યાન મતદાર યાદીમાં યથાવત રાખવા કોઈ નક્કર આયોજન કરવામાં આવે. મતદારોને ECI ની ગાઈડ લાઈન મુજબ માહિતગાર કરવામાં આવે કે SIR ની પ્રક્રિયા દરમ્યાન એન્યુમરેશન ફોર્મમાં એક જ જગ્યાએ પોતાનું નામ નોંધાવેલ છે તેની કબૂલાત કરવી પડશે. એન્યુમરેશન ફોર્મ ભર્યા પછી પણ બીજા સ્થળે નામ નોંધાયેલું જણાશે તો મતદાર સામે FIR + એક વર્ષની જેલની કેદ અને દંડની જોગવાઈ છે માટે રાજ્ય ચૂંટણી પંચની બેદરકારી અને લાલિયાવાડીનો ભોગ અજાણે બે સ્થળે મતદારયાદીમાં નામ ધરાવતા નિર્દોષ મતદાતાઓને કાનૂની કાર્યવાહીનો સામનો ના કરવો પડે માટે રાજયના ચૂંટણી પંચે બે સ્થળે નામ ધરાવતા મતદારોની યોગ્ય તટસ્થ ચકાસણી કરી મતદાતાની સ્વેચ્છા
અનુસાર કોઈપણ એક સ્થળે મતદારયાદીમાં નામ યથાવત રાખી કાનૂની કાર્યવાહીથી સંપૂર્ણ રક્ષણ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
