તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
સુત્રાપાડાના નાગથણી વિસ્તારમાં વીજ લાઇન રિપેરિંગ દરમિયાન બે વીજકર્મીઓને કરંટ લાગ્યો : એકનું મોત
ચાલુ લાઇન પર કામ કરવાના કારણે આસિસ્ટન્ટ લાઇનમેનને જોરદાર વીજ કરંટ લાગ્યો: ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સુત્રાપાડાના નાગથણી વિસ્તારમાં વીજ લાઇન રિપેરિંગ દરમિયાન એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાથી બે વીજકર્મીઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા, જેમાં એક વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કર્મચારી આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતો હતો. આ બંને વીજકર્મીઓ ખેતીવાડી ફીડરના ફોલ્ટને રિપેર કરવા માટે ગયા હતા. પરંતુ ભૂલથી તેઓએ અન્ય ફીડરના વીજપોલ પર કામ કરવાનું ચાલુ કરી દીધું હતું, જેના કારણે આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ચાલુ લાઇન પર કામ કરવાના કારણે આસિસ્ટન્ટ લાઇનમેનને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.
જ્યારે તેમની સાથે કામ કરી રહેલા અન્ય લાઇનમેનને પણ વીજ કરંટની અસર થઈ હતી અને તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લાઇનમેનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવથી વીજ કંપનીના સુરક્ષા પ્રોટોકોલ અને કામગીરીની પ્રક્રિયાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
