<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

હાઇ એલર્ટ વચ્ચે ભુજની હોટેલમાંથી મળ્યો કાશ્મીરી પરિવાર: હોટેલ સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ

હોટેલ રજિસ્ટરમાં કરાયેલ નોંધ કરતા રૂમમાં વધુ વ્યક્તિઓ, ચંદો ઉઘરાવવા કાશ્મીરથી કચ્છ આવ્યા હોવાનું રટણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ : દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્ય પોલીસ વડાએ સતર્કતા સાથે એલર્ટ રહેવાના આપેલા આદેશ વચ્ચે બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ સરહદી કચ્છમાં આપેલા હાઇ એલર્ટ વચ્ચે ભુજમાંથી કાશ્મીરી પરિવાર ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે ભુજની જનતાઘર હોટેલમાં ઉતરેલા જમ્મુ કાશ્મીરના ઝાંગલી માં રહેતા ત્રણ વ્યક્તિઓના પરિવારને ઝડપી પાડ્યો છે. હોટેલ રજિસ્ટરમાં માત્ર જમીલ અહેમદખાન અબ્દુલ મજીદખાનની નોંધ હતી જ્યારે તપાસ દરમ્યાન રૂમ નંબર ૨૫૧ માં રજિસ્ટરમાં નોંધ કરાયેલ વ્યક્તિ ઉપરાંત એક મહિલા અને પુત્ર નયીમ બેગમ તેમ જ મોહમ્મદ નયીમ અઝીઝખાન મળી આવ્યા હતા. આ પરિવાર ચંદો ઉઘરાવવા કચ્છ આવ્યો હોવાનું જણાવી રહ્યો છે. દરમ્યાન પોલીસે કાશ્મીર પોલીસનો સંપર્ક સાધી વધુ તપાસ હાથ ધરી છે. હોટેલ સંચાલક પિતા પુત્ર જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને વિનય જનક ભાટિયા સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કલેક્ટર દ્વારા બહાર પડાતા જાહેરનામાનો અમલ દરેક હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ અમલ કરવાનો રહે છે જેમાં બેદરકારી બતાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે.

(9:27 AM IST)