News of Wednesday, 12th November 2025
રાજકોટ-પોરબંદર વાયા જેતલસર વચ્ચે શુક્રવારથી વધુ ર નવી ટ્રેન
રાજકોટ-પોરબંદર-રાજકોટની ગત ઓગષ્ટમાં મંજૂર થયેલી ર ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી અને અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસરની ગત ઓગષ્ટમાં મંજૂર થયેલી ર ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી અને એક બીજી ટ્રેન અઠવાડીયામાં પાંચ દિવસ દોડશે. આ રાજકોટ-પોરબંદર વાયા જેતલસર ટ્રેનનો તા. ૧૪ શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે.
પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેઇનને શુક્રવારે લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, તથા રાજયસભાના સભ્ય રામભાઇ મોકરિયા આ ટ્રેઇનમાં મુસાફરી કરશે.
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડાઙ્ઘ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
સાંસદ ડો. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી ૧૪મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે.
૧૪મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્યશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્યશ્રી રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.
કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને ઙ્કવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે. તેમ મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
