<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

માળિયાના માતરણીયા ગામના પરિણીતાનો આપઘાત

ઈવનગરના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૨ : માળિયાના માતરણીયા ગામના પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અને જૂનાગઢના ઈવનગરના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી.

માળીયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામના ભાવીશાબેન આશિષભાઇ દયાતર (ઉ.વ. ૨૩) નામના પરિણીતાએ માળીયાહાટીના પાસેના પીખોર ગામે પોતાના પિયરના ઘરે ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લીધી હતી.

આ અંગેની જાણ થતાં પોલીસે દોડી જઈને પરિણીતાના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. પરિણીતાના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જુનાગઢ તાલુકાના ઈવનગર ગામના વ્રજરત્‍નદાસ ગોપાલભાઈ છુછીયા (ઉ.વ. ૪૫) નામના યુવાને કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સરકારી હોસ્‍પિટલ જુનાગઢ ખાતે સારવારમાં લઇ આવતા ફરજ પરના ડોકટરે યુવાનને મળત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્‍યાપી ગઈ હતી. (૪.૭)

 

(11:02 AM IST)