તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ધાંગધ્રામાં મકાનમાં આગ લાગતાં દોડધામ મચી

વઢવાણ, તા.૧૨: ધાંગધ્રા દરજી સમાજની વાડી નજીક બંધ પડેલા રહેણાંક મકાનમાં વહેલી સવારે લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ હતી. ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની શરૂઆત મકાનના વહેલી સવારે થઈ હતી જોતજોતામાં આગે સમગ્ર મકાનને લપેટમાં લઈ લીધું હતું જેના કારણે આજુ બાજુના રહેણાક મકાનોના પડોશીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગને કારણે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી જેનાથી મોટું નુકસાન થયું છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
