<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

એ...કોટ ને રેનકોટ હાથવગો રાખજો ગુજરાતમાં આખર તારીખમાં ફરી આકાશી આફત ?

હાલની કેરળ સિસ્‍ટમ્‍સ અને પાકિસ્‍તાન બાજુની સિસ્‍ટમ્‍સની કાઈ અસર નહી થાય : ૨૩ નવેમ્‍બરે બંગાળની ખાડીમાં નવી સિસ્‍ટમ્‍સ બનવાની શક્‍યતાઃ રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારા,તા.૧૨: ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્‍ણાત રમેશ બસીયાએ જણાવ્‍યું છે કે ૧૨ થી ૧૮ નવેમ્‍બર દરમ્‍યાન રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં હાલ કોઈ માવઠાની શક્‍યતા નથી. આ દરમિયાન હવામાન મુખ્‍યત્‍વે સૂકું અને આકાશ સ્‍વચ્‍છ રહેશે.

હાલમાં એક અપર એર સર્કયુલર (યુએસી) પાકિસ્‍તાન આસપાસ સક્રિય છે અને બીજું  કેરળ નજીક છે, પરંતુ બંને સિસ્‍ટમોનો ગુજરાત પર કોઈ સીધો પ્રભાવ જોવા મળવાનો નથી.

શ્રી બસીયાએ જણાવ્‍યું કે આ અવધિ દરમ્‍યાન મિનિમમ તાપમાન ૧૪ થી ૧૭ ડીગ્રી વચ્‍ચે રહેશે, જ્‍યારે મેક્‍સિમમ તાપમાન ૩૦ ડીગ્રી આસપાસ રહેશે. પવન ઉત્તર કે ઉત્તરપૂર્વ દિશાનો રહેશે અને તેની ઝડપ સામાન્‍ય રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૩ નવેમ્‍બર આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્‍ટમ્‍સ સર્જાવાની શક્‍યતા છે. આ સિસ્‍ટમ્‍સ ગુજરાત સુધી અસર કરશે કે નહીં, તે અંગેની વિગતવાર અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે. સામાન્‍ય રીતે બંગાળની ખાડીની સિસ્‍ટમો તામિલનાડુ વિસ્‍તારમાં વરસાદ આપે છે, અને તેની ગુજરાત પર ક્‍યારેક જ અસર જોવા મળે છે. જો સિસ્‍ટમ્‍સ કર્ણાટક-તામિલનાડુ માર્ગે અરબી સમુદ્ર તરફ આગળ વધે, તો ભેજવાળા પવન સૌરાષ્ટ્ર તરફ પ્રવેશી માવઠું લાવી શકે છે.

હવામાન નિષ્‍ણાતે કહ્યું કે  ઓણુકુ વરહના સમયગાળામાં (જૂનથી ઓક્‍ટોબર) હવામાન પોઝિટિવ રહ્યું હતું, જેના પરિણામે પૂરતો વરસાદ નોંધાયો હતો. ગત મહિને માવઠું પણ હવે નવેમ્‍બર માસમાં પણ જો એ જ પેટર્નનું પુનરાવર્તન થાય તો, ફરી માવઠાની શક્‍યતા ઊભી થઈ શકે છે

 

(11:10 AM IST)