<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુત્રાપાડામા વીજ લાઇન રિપેરિંગ કરતા આસિસ્‍ટન્‍ટ લાઇન મેઈનનું વીજ કરંટથી મોત

બે કર્મચારીને કરંટ લાગતા એકનું મોત એક ઈજાગ્રસ્‍ત

(રામસિંહ મોરી)સુત્રાપાડાઃ તા.૧ર,   ખેતીવાડી ફીડર માં ફોલ્‍ટ હોવાના કારણે રિપેરિંગ માટે ગયેલા કર્મચારી ભૂલ થી અન્‍ય ફીડરના વીજ પોલ પર કામ કરવા જતા કરંટ લાગ્‍યો હતો જેમાં આસિસ્‍ટન્‍ટ લાઇનમેન ગોહેલ હસમુખભાઈ અરજણભાઈ તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ,ઉમર ૩૩ વર્ષ નું ઘટના સ્‍થળે જ મોત થયેલ. જ્‍યારે નીચે ઉભેલા લાઇન મેઈન ભાવેશભાઈ મુકેશભાઈ ત્રિવેદી ઘાયલ થયો છે. જેમને સુત્રાપાડા સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

મળતી માહિતી મુજબ ખેતીવાડી વડોદરા AG ફીડર મા જમફળ નો ફોલ્‍ટ હતો જેને રિપેર કરવા લાઇનમેન ભાવેશભાઈ મુકેશભાઈ ત્રિવેદી અને આસિસ્‍ટન્‍ટ લાઇન મેન ગોહેલ હસમુખભાઈ અરજણભાઈ એ બંને સુત્રાપાડામા આવેલ નાગથણી વિસ્‍તારમાં ગયેલ તે દરમિયાન વડોદરા AG ફીડરની લાઇટ બંધ કરાવ્‍યા બાદ ગોહેલ હસમુખભાઈ અરજણભાઇ બાજુમા વાણિયાવાવ ફીડર આવેલ હતું તે લાઇનના થોભલે ભુલથી ચઢેલ તે દરમિયાન શોક લાગતા ઘટના સ્‍થળે જ મળત્‍યુ પામેલ

(11:12 AM IST)