<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

લીંબડી પાસે બે કાર અથડાતા એક મહિલાનું મોતઃ ૮ને ઇજા

વઢવાણ તા. ૧રઃ લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર કટારીયા ગામની ચેકપોસ્‍ટ પાસે બે કાર વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાવા પામ્‍યો છે આ દુર્ઘટનામાં ઘટના સ્‍થળ ઉપર ગંભીરિજાઓ સાથે એક મહિલાનું મોત નીપજ્‍યું છે જ્‍યારે આઠ જેટલી વ્‍યક્‍તિઓને ગંભીરિજાઓ પહોંચી છે. પોલીસ તંત્રને જાણકારી મળતાની સાથે જ ઘટના સ્‍થળ ઉપર પહોંચી અને ટ્રાફિકને પૂર્વ વત કરાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી  અકસ્‍માતમાં અન્‍ય એક મહિલા સહિત આઠથી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

 પોલીસે અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

(11:37 AM IST)