<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજા બે દિ'ના રીમાન્‍ડ ઉપર

છ મહિના દરમિયાન રાજદીપસિંહે કયાં આશ્રય લીધો હતો? તે અંગે પોલીસ દ્વારા પૂછતાછ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧રઃ રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા અને તાલુકા પોલીસમાં સરેન્‍ડર થયેલા રાજદિપસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કર્યા બાદ દશ દિવસનાં રિમાન્‍ડની માંગણી સાથે એડી. ચિફ જયુડી. મેજિસ્‍ટ્રેટ રાઠોડનાં નિવાસસ્‍થાને રજુ કરતા કોર્ટે બે દિવસનાં રિમાન્‍ડ મંજુર કરાયા હતા.પોલીસે રાજદિપસિંહની અમીત ખુંટ આપઘાત કેસમાં શું ભુમિકા છે? અન્‍ય આરોપીઓ બનાવ સાથે કઇ રીતે જોડાયેલા છે? છ મહિના દરમ્‍યાન રાજદિપસિંહે કયાં આશરો મેળવેલો તે સહિતનાં મુદ્દે પી.આઇ. અજીતસિંહ પરમારે પૂછતાછ હાથ ધરી છે.

(11:58 AM IST)