<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ધ્રોલમાં વેપારીના મકાનમાંથી ૧.૫૫ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી

અજાણ્‍યા ચોરે રાત્રિના સમયે દરવાજાનો આંગળીયો ખોલી ચોરી અંજામ આપી ધ્રોલ પોલીસમાં ગુન્‍હો નોંધાયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૨: ધ્રોલ શહેરમાં ચોરીની ઘટના સામે આવી મોરબી નાકા પાસે પોસ્‍ટ ઓફિસ સામે આવેલા અબ્‍દેઅલી મુસ્‍તફાભાઈ કાદિયાણી વ્‍હોરા (ઉંમર ૨૭, ધંધો - વેપાર) ના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે અજાણ્‍યા ચોરે ઘુસીને સોના ચાંદીના દાગીનાં તથા ચાંદીનો ડબ્‍બો મળી કુલ રૂ. ૧.૫૫ લાખની ચોરી કરી ફરાર થયો હોવાનું ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ વિગતો મુજબ તા. ૧૦ નવેમ્‍બર, ૨૦૨૫ની રાત્રે દશ વાગ્‍યાથી તા. ૧૧ નવેમ્‍બર, ૨૦૨૫ના એક વાગ્‍યા વચ્‍ચેના સમયગાળામાં કોઈ અજાણ્‍યા ચોરે ફરીયાદીના મકાનનો આગળીયો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરના નીચેના રૂમમાં આવેલા કબાટને તોડી અંદર રાખેલા સોના ચાંદીના દાગીના કીં.રૂ. ૧,૫૩,૦૦૦/- તથા ચાંદીનો ડબ્‍બો કીં.રૂ. ૨,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૫૫,૦૦૦/-ની ચોરી કરી ફરાર થયો હતો.ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ એચ.બી. સોઢીયા તથા એ.એસ.આઈ. ડી.એમ. જાડેજા તાત્‍કાલિક દોડી આવ્‍યા હતા અને સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે

(11:51 AM IST)