તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
મુન્દ્રામાં હીટ એન્ડ રનઃ મોર્નિંગ વોકમાં નીકળેલ લોહાણા સમાજના મહિલા પ્રમુખનું કરુણ મોત
શહેરમાં અરેરાટી, શાકભાજી ભરેલ ટેમ્પાએ હડફેટે લીધા, અન્ય એક મહિલાને ગંભીર ઈજા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧રઃ મુન્દ્રાના બારોઇ રોડ પર આજે સવારે વહેલી સવારના અરસામાં મુન્દ્રા રહેતા વૈશાલીબેન ભૂપેન ભાઈ પીપરાણી (ઉંમર ૪૮) અને અરુણા બેન અનિલ ભાઈ ઠક્કર બને મહિલા ઓ શિશુ મંદિર તરફ વોકિંગ કરવા જતા હતા ત્યારે અમદાવાદ પાસિંગ નો શાકભાજી ભરેલો ટેમ્પોએ બંને મહિલાઓને ટક્કર મારતા વૈશાલી બેન પીપરાણીને ગંભીર ઈજાઓ થતા કરુણ મળત્યુ થયું હતું.
તેમજ તેમની સાથે વોકિંગ કરતા અરુણા બેન અનિલ ભાઈ ઠક્કર ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે ગાંધીધામ રીફર કરાયા છે.
આ બનાવ બનતા મુન્દ્રા સીટી પોલીસના ઇન્ચાર્જ કુલદીપ સિંહ જાડેજા બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મુન્દ્રા પોલીસ એ ટેમ્પા ના ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
હતભાગી વૈશાલીબેન પીપરાણી મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. આ બનાવ બનતા મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, મહામંત્રી અમુલ ચોથાણી, હરેશ ઠક્કર, દયારામ ચોથાણી, ચેતન ચોથાણી, રાજુ ચોથાણી, જયેશ ઠક્કર તેમજ મહાજન ના આગેવાનો એ પરિવાર જનો ને સાંત્વના આપી હતી. તેમજ મુન્દ્રા શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ પ્રણવ જોશી, ધર્મેન્દ્ર જેસર અને જન સેવા ના રાજ સંઘવી મુન્દ્રા જનરલ હોસ્પીટલ મા આવી પહોંચ્યા હતા. દરમ્યાન આ બનાવે મુન્દ્રા શહેરમાં અરેરાટી સર્જી છે. મુન્દ્રામાં રાહદારીઓ તેમ જ ટુ વ્હીલરના ચાલકોના હીટ એન્ડ રનના વધી રહેલા અકસ્માતોને અટકાવવા ટ્રાફિક નિયમન જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે. (તસ્વીરઃ રાજ સંઘવી-મુન્દ્રા)(૬.૧૧)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
