News of Wednesday, 12th November 2025
ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા રૂા.૮૬ લાખનો દારૂનો નાશ કરાયો

ધ્રોલ : પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના કુલ ૨૭ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂ અને બિયરના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ કિંમત રૂા. ૮૬,૦૫,૪૫૦/- આંકવામાં આવી છે.સને ૨૦૨૪ અને ૨૦૨૫ સુધીમાં ં પકડાયેલા દારૂના જથ્થાના નાશ માટે મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ સબ.ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ કાર્યવાહી ધ્રોલ આહીર કન્યા છાત્રાલયના પાછળના ભાગે આવેલા સરકારી ખરાબામાં કરવામાં આવી હતી. મુદ્દામાલ નાશની કામગીરી માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમા સ્વપિ્નલ સિસલે (સબ.ડીવી.મેજીસ્ટ્રેટ-ધ્રોલ), આર.બી.દેવધા (ના.પો.અધિ. જામ-ગ્રામ્ય વિભાગ), આર.સી.વાળા (પો.સબ.ઈન્સ નશાબંધી અને આબકારી, જામનગર) અને ધ્રોલ પો.સ્ટે. પો.ઇન્સ. શ્રી એચ.વી.રાઠોડ સહિતના હતા. નાશ કરાયેલા મુદ્દામાલમાં જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની ૬,૨૧૮ બોટલો , ૨,૮૩૮ બિયર નંગ અને ૧,૧૩૯ નાની બોટલાનો સમાવેશ થાય છે. ધ્રોલ પોલીસે લાંબા સમયથી પડતર આ દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને નાશ કરી, પ્રોહીબીશનના કાયદાના સખ્ત અમલ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.(તસ્વીરઃ સંજય ડાંગર- ધ્રોલ )
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
