News of Wednesday, 12th November 2025
ગિર સોમનાથઃ કાર લોખંડના પતરા સાથે અથડાતા એકનું મોતઃ એકની સ્થિતિ ગંભીર
બે મિત્રો પરિવાર સાથે દ્વારકા જતા હતા, આખે આખી કારમાં પતરૂ ઘુસી ગયુ હતુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના લોટવા ગામે રહેતા બે મિત્રો પરિવાર સાથે દ્વારકા જતા હતા ત્યારે સોનારડી ગામના પાટીયા પાસે ડ્રાઇવર સામેથી લાઈટ આવતા અંજાઈ જતા કે જોકુ આવી જતા રોડની બાજુમાં આવેલા લોખંડના પતરા સાથે ધડાકા સાથે અથડાતા પતરું આખું મોટરને ચીરીને આગળથી જ પાછળ સુધી નીકળી જતા કારમાં બેઠેલા ધવલભાઇ રામભાઈ (ઉંમર વર્ષ ૨૩ )નું ગંભીર ઈ જા થતાં મળત્યુ થયું હતું.
જયારે ગાડીમાં બેઠેલા પ્રતિક્ષાબેન અને અનિતાબેન ને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલા છે જેમાં એકની સ્થિતિ ગંભીર છે મૌલિકભાઈ ચાલક ને પણ ઇજા થઈ છે.
બનાવની જાણ થતા પીએસઆઇ બી જે સરવૈયા દ્વારા ઘટના સ્થળ પહોંચી ઈજાગ્રસ્તોને અને સારવાર માટે મોકલવા વ્યવસ્થા કરવામાં આવી છે દ્વારકા દર્શન જતા આવો અકસ્માત થતા ભારે શોક ની લાગણી ફેલાય છે જોકેપોલો કાર જીજે ૩૬ આર ૬૨ ૧૮ નંબરની એટલી બધા જોરથી ધડાકા સાથે લોખંડના એંગલ સાથે અથડાઈ કે એંગલ આખું કારને ચીરી અને પાછળની સાઈડ સુધી નીકળી ગયું હતું.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
