<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ટોબરામાં ‘આપ’ની કિસાન મહાપંચાયત : ભાજપ વધુ પાંચ વર્ષ રહેશે તો ખેડૂતો પાસે વાંઢા દીકરા સિવાય કંઈ નહીં બચેઃ ઈસુદાન ગઢવી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ટોબરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતાઃ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીઍ ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી અને પંજાબની જેમ પ્રતિ હેક્ટર ૫૦ હજાર રૂપિયા વળતરની માંગ ઉચ્ચારી હતીઃ તેમણે ભાજપ પર ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાનો અને ખેડૂતોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો

રાજકોટ, તા.,૧૨: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભાના ટોબરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના દેવા માફી સહિતની માંગો મુદ્દે ઍક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 
બોટાદના કડદા કાંડ બાદ આપની આ ત્રીજી મહાપંચાયતમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, રાજુ સોલંકી, યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
મહાપંચાયતમાં હજારો ખેડૂતોને સંબોધતા ઈસુદાન ગઢવીઍ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્નાં, અમારી મુખ્ય માંગણી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ગુજરાત સરકાર પંજાબની ખ્ખ્ભ્ સરકારની જેમ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવે.
ઈસુદાન ગઢવીઍ વડાપ્રધાન પર આક્ષેપ કરતા કહ્નાં કે, તેમણે ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડના દેવા માફ કર્યા પરંતુ ખેડૂતોના દેવા માફ કર્યા નહીં.ઙ્ખ તેમણે કહ્નાં કે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર પ્રવીણ રામ અને રાજુ કરપડા હજુ પણ જેલમાં છે. ગઢવીઍ ઉમેર્યું, અમે સામાન્ય પરિવારના છીઍ, વેચાઈ જવાના નથી, જેલમાં જવા તૈયાર છીઍ.
તેમણે ખેડૂતોની સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્નાં, જો પાંચ વર્ષ વધુ ભાજપ રહી ગઈ તો ખેડૂતોની સંપત્તિમાં વાંઢા દીકરાઓ સિવાય કશું નહીં રહે. ગામડાઓમાં ખેતી બચી નથી અને શહેરમાં પેપરો ફૂટે છે, જેના કારણે ખેડૂતોના દીકરા વાંઢા રહી ગયા છે.
ગઢવીઍ દાવો કર્યો કે ખેડૂતો હવે ભાજપીય કડદા પાર્ટી અને તેમની પોલીસથી ડરવાના નથી અને ભાજપમાંથી રાજીનામું આપીને આપમાં જોડાઈ રહ્ના છે. અંતમાં તેમણે ખેડૂતોને સંકલ્પ લેવડાવ્યો કે, પરિવારના કોઈ મત ભાજપમાં નહીં જાય.

 

(3:56 PM IST)