<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

કચ્છના આડેસર ગામે પાણીના ટાંકા માં અકસ્માતે પડી જતાં માતા અને બે પુત્રીના મોતથી અરેરાટી

પાંચ વર્ષની પુત્રી પડી જતાં તેઓ બચાવવા માટે પોતાની પાસે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુશીને લઈને બચાવવા માટે પાણીના ટાંકામાં પડતું મુક્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨

 રાપર તાલુકા ના આડેસર ખાતે રહેતા આહિર પરિવાર ના માતા અને બે પુત્રી ના મોત થયા નું પોલીસે જણાવ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર ગામે આહિર વાસ માં રહેતા રૈયા બેન  રવાભાઈ મકવાણા આહિર ઉ.વ.28 રે મકવાણાવાસ વાળા પોતાના ઘરે પાણી ના ટાંકા માં તેમની પુત્રી આરવી ઉ.વ. પાંચ વર્ષ ની પડી જતાં તેઓ બચાવવા માટે પોતાની પાસે તેડેલી ત્રણ મહિના ની પુત્રી આયુશી ને   ને લઈ ને બચાવવા માટે પાણીના ટાંકા માં  પડતું મુક્યું હતું પરંતુ તેઓ ત્રણેય ને બચાવવા માટે અન્ય કોઈ હાજર ના હોય બે પુત્રી સહિત માતા નું મોત થયું હતું આ અંગે ની જાણ દલાભાઇ નારણભાઈ મકવાણા આહિર ને થતાં ત્રણેય ને સીએચસી હોસ્પિટલ પલાંસવા ખાતે લઈ લઈ આવ્યાં હતાં જ્યાં ફરજ પર ના તબિબે મરણ જાહેર કર્યા હતા આ બનાવ બનતાં આડેસર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી વધુ તપાસ આડેસર પીઆઈ જે.એમ.વાળા એ હાથ ધરી છે.(તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(4:27 PM IST)