News of Wednesday, 12th November 2025
કચ્છના આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે માસુમ પુત્રીના મોત
દીકરી આરતીને બચાવવા માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા પરંતુ પાણી ઊંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા

કચ્છમાં રાપરના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોતાની પાંચ વર્ષીય દીકરી આરવી પાણીના ટાંકામાં પડી હોવાનુ ધ્યાને આવતા રૈયા બેન પોતે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુષી સાથે ટાંકામાં કૂદી પડ્યા હતા. ઘટના સમયે અન્ય કોઈ હાજર ન હોવાથી ત્રણેયને બચાવી શકાયા ન હતા અને પરિણામે 3ના મોત થયા છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.
પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડ્યાં હતાં. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
