<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દ્વારકા સુદર્શન સેતુ પર છરી બતાવીને વીડિયો બનાવનાર ઝડપાયો

આરોપી અરજણજી ભીખાજી ઠાકોરને ઓખા મરીન પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે

ઓખા બેટ દ્વારકા સુદર્શન સેતુ પર છરી બતાવીને વીડિયો બનાવનારને ઓખા મરીન પોલીસે ઝડપી પાડ્યો છે. ત્રણ મહિના અગાઉ સુદર્શન સેતુ પર હાથમાં છરી લઈને રોફ જમાવતો વીડિયો અપલોડ થયો હતો. આરોપી અરજણજી ભીખાજી ઠાકોરને ઓખા મરીન પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. આરોપી ભીખાજી ઠાકોર વાવ તાલુકાના દેથળી ગામનો રહેવાસી છે. 

(12:39 AM IST)