<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સુરેન્દ્રનગરના મુખ્ય ગામોને જોડતા માર્ગોનું 30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું: કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત થયા હતા માર્ગ

વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણથી લોકોને મોટી રાહત

સુરેન્દ્રનગર :કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત સુરેન્દ્રનગરના ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે, જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. 

   આ કામગીરીનો હેતુ વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોની અવર-જવરની હાલાકી દૂર કરવાનો છે. વનાળા કંથારીયા –છલાળા જોબાળા – નાગનેશ - રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 'રીસરફેસીંગ, સ્ટ્રેધનીંગ, સ્ટ્રકચર એન્ડ વિલેજ પોર્સન સી.સી. રોડ, ફર્નીચર વર્ક'ની કામગીરી વનાળા કંથારીયા - છલાળા જોબાળા - નાગનેશ - રાણપુર રોડના કિલોમીટર ૦/૦ થી ૨૩/૦ ના ભાગ પર કરવામાં આવી રહી છે. આ કામગીરી અંદાજિત રૂ.૩૦.૩૪ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે.

(1:10 AM IST)