તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 13th November 2025
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની તબિયત લથડી
હોસ્પિટલમાં દાખલઃ એપેન્ડીકસનું ઓપરેશનઃ તબિયત સુધારા પર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નિદાન કરતાં એપેન્ડીકસ હોવાનું સ્પષ્ટ થતા ઓપરેશન કરાયેલ હવે તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.
દરમિયાન જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઇ સાવલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક' માં પોસ્ટ મુકી જણાવેલ છે કે, વિસાવદરના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલીયાને અચાનક પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આજે એપેન્ડીક્સનું તાત્કાલિક ઓપરેશન કર્યું અત્યારે તબીયત ખુબજ સારી છે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
