તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
કચ્છના આડેસર ગામે પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં માતા અને બે પુત્રીના મોતથી અરેરાટી
પાંચ વર્ષની પુત્રી પડી જતાં તેઓ બચાવવા માટે પોતાની પાસે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુશીને લઈને બચાવવા માટે પાણીના ટાંકામાં પડતું મુકયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૩: રાપર તાલુકાના આડેસર ખાતે રહેતા આહિર પરિવારના માતા અને બે પુત્રીના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર ગામે આહિર વાસમાં રહેતા રૈયા બેન રવાભાઈ મકવાણા આહિર ઉ.વ.૨૮ રે મકવાણાવાસ વાળા પોતાના ઘરે પાણીના ટાંકામાં તેમની પુત્રી આરવી ઉ.વ. પાંચ વર્ષની પડી જતાં તેઓ બચાવવા માટે પોતાની પાસે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુશીને લઈને બચાવવા માટે પાણીના ટાંકામાં પડતું મુકયું હતું, પરંતુ તેઓ ત્રણેયને બચાવવા માટે અન્ય કોઈ હાજરના હોય બે પુત્રી સહિત માતાનું મોત થયું હતું આ અંગેની જાણ દલાભાઇ નારણભાઈ મકવાણા આહિરને થતાં ત્રણેયને સીએચસી હોસ્પિટલ પલાંસવા ખાતે લઈ લઈ આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબિબે મરણ જાહેર કર્યા હતા આ બનાવ બનતાં આડેસર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી વધુ તપાસ આડેસર પીઆઈ જે.એમ.વાળા એ હાથ ધરી છે.(તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
