<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડક યથાવત

રાત્રે -સવારે શિયાળા જેવું અને બપોરે ઉનાળા જેવું વાતાવરણ

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડી સાથે શિયાળાનો માહોલ બરકરાર છે જો કે બપોરે ગરમી સાથે ઉનાળા જેવુ હવામાન અનુભવાય છે આજે કચ્‍છના નલીયામાં ૧૪.પ, રાજકોટમાં ૧પ.ર, જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ઠંડીમાં વધઘટ થઈ રહી છે. આજે ગુરુવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦્રુ રહ્યું હતું .જ્‍યારે પવનની ઝડપ ૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૦ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૦ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૬૬%, પવનની ગતિ ૩.૪ કિ.મી. રહી છે.

(12:16 PM IST)